Monday, February 18, 2019

બલિદાન

કેવી એ ગોઝારી ઘટના જાણે કાળ રાત્રી હતી
જેદી માડીજાયાની આંખ મિચાણી હતી.

ગુલાબ ફૂલ ને  કેડબરીમાં વ્યસ્ત સૌ પ્રજા હતી.
તેદી લોહીના ગુલદસ્તાએ આ ભોમ સજી હતી.

ખ્વાબ હસરત આશ ને લાગણી સહુ કોઈને હતી.
શું ક્યાંય આ સાડાસાતી ની એંધાણી  હતી??

અચાનક સહસા હલબલાવી દિધી આ ભોમને
સળગતા બલિદાનોની એ પીગળતી મીણબત્તી હતી.

દુઃખ ગમગીની અફસોસ ને બદલાની ભાવના હતી
પણ મળશે ન કદી  એ  માથડા કમનશીબી હતી.
                                        -પૂર્વી લુહાર

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...