Thursday, February 28, 2019

કરન્ટ અફેર્સ.28.2.2019

કરન્ટ અફેર્સ તા. ૨૮/૦૨/૨૦૧૯
દિન વિશેષ
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
➡દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
➡ 28 ફેબ્રુઆરી,1928ના રોજરામન ઇફેક્ટની શોધની જાહેરાત કરવામાં આવી હતી તેની યાદમાંદર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
➡આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
➡સી. વી. રામન દ્વારા રામન કિરણોની શોધ કરવામાં આવી હતી.
➡રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવાની શરૂઆત 1987માં કરવામાં આવી હતી.

ગુજરાત
અબુધાબી ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતી સ્પેશિયલ ઓલમ્પિક ગેઇમ્સ 2019માં ગુજરાતના 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી
➡આ 14 ખેલાડીઓને રમત-ગમત અને સાંસ્કૃતિકમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી.
➡આ દિવ્યાંગ રમતવીર સ્પર્ધા આગામી 14થી 22 માર્ચ દરમિયાન અબુધાબીમાં યોજાશે.
➡જેમાં 192 દેશોના 75 હજારથી વધુ એથ્લેટ્સ ભાગ લેનાર છે.
➡ 2015માં યોજાયેલ સ્પેશિયલ ઓલમ્પિક ગેઇમ્સમાં ગુજરાતે 25 મેડલ મેળવ્યા હતા.

ભારત
તાજેતરમાં એવિએશન કોન્ક્લેવ 2019નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું
➡ 'ફ્લાઇંગ ફોર ઓલ યોજના' અંતર્ગત એવિએશન કોન્ક્લેવ 2019ને લોન્ચ કરવામાં આવ્યું છે.
➡હાલના નાગરિક ઉડ્ડયનમંત્રી સુરેશ પ્રભુ છે.
➡ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહા છે.
તાજેતરમાં સ્મૃતિ ઇરાનીએ તીતાનવાલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું
➡સ્મૃતિ ઇરાની કેન્દ્રીય કાપડ મંત્રી છે.
➡આ સંગ્રહાલય રાજસ્થાનના બંગરૂમાં આવેલું છે.
➡બંગરૂના 'છીપા' સમુદાયના લોકો હાથેથી છાપણી કામ કરે છે.તે લોકો માટે આ સંગ્રહાલય ખોલવામાં આવ્યું છે.
ડૉ.જીતેન્દ્ર સિંહે નવી દિલ્હી ખાતે 2019નાઇ-ગવર્નન્સ ઍવૉર્ડ એનાયત કર્યા
➡ઇ–ગવર્નન્સ માટે પ્રોત્સાહન અને યોગદાન આપનારને દર વર્ષે આ ઍવૉર્ડ આપવામાં આવે છે.
➡આ ઍવૉર્ડ દર વર્ષે જુદી-જુદી છ કૅટેગરીમાં આપવામાં આવે છે.
➡ઇ-ગવર્નન્સ ક્ષેત્રે વિશેષ પ્રયત્ન કરનાર તથા અમલીકર,ણ આયોજન, ડિઝાઇન તૈયાર કરનાર સંસ્થાઓને પણ આવરી લેવામાં આવી છે.
➡જેમાં સ્ટાર્ટ–અપ સંસ્થાઓ અને શૈક્ષણિક સંશોધન સંસ્થાઓને પણ સ્થાન મળ્યું છે.
મહેશ એલકુંચવારને META લાઇફટાઈમ એચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે
➡જેઓ ભારતીય લેખક તરીકેની ભૂમિકા ભજવે છે.
➡તેમને આ પુરસ્કાર 12 માર્ચે મહેન્દ્રા થિયેટર ફેસ્ટિવલના દિવસે આપવામાં આવશે.
➡મહેશ એલકુંચવાર મરાઠી અને ભારતીય થિયેટરના ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
➡મહેશ એલકુંચવારે તેમના જીવન દરમિયાન 30 નાટકોની રચના કરી હતી.
➡આ પુરસ્કાર મહેન્દ્રા એક્સિલેન્સ ઇન થિયેટરના ક્ષેત્રમાં ઉત્તમ પ્રગતિ મેળવનારને આપવામાં આવે છે.

ખેલ જગત
સૌરભ ચૌધરી અને મનુભાકરને નિશાનબાજીમાં વિશ્વકપમાં સુવર્ણપદક મળ્યો છે
➡તેમણે દસ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં જીત મેળવી છે.
➡આ સ્પર્ધામાં ભારતનો ત્રીજો અને સૌરભચૌધરીનો બીજો સુવર્ણપદક છે.
➡ભારતને પહેલા દિવસે અપૂર્વ ચંદેલાએ સુવર્ણપદક અપાવ્યો હતો.
➡આ સ્પર્ધા નવી દિલ્હી ખાતે ડૉ. કરણસિંહ શૂટિંગ રેન્જમાં યોજાઈ છે.
મહેન્દ્રસિંહ ધોની 350 સિક્સર લગાવનાર પહેલો ભારતીય બન્યો
➡આ પ્રકારનો રેકૉર્ડ બનાવનાર મહેન્દ્રસિંહ ધોની પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.
➡મહેન્દ્રસિંહ ધોનીએ ત્રણ ફોર્મેટમાં 526 સિક્સર લગાવી છે.
➡ભારત તરફથી રોહિત શર્માએ બીજા નંબર પર,322 મૅચમાં349 સિક્સર લગાવી છે.
➡દુનિયામાં સૌથી વધારે સિક્સર લગાવના રક્રિસ ગેલ પ્રથમ નંબરે છે જેણે 446 મૅચમાં 492 સિક્સર લગાવી છે.
➡ક્રિસ ગેલ વેસ્ટન્ડિઝનો ખેલાડી છે, જે 2019ના વર્ડકપ બાદ વનડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર છે.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...