Tuesday, February 26, 2019

આજનો ઇતિહાસ


.         🌹🌹🌹
*સાહિત્યિક પત્રકારત્વના ઐરાવત : બચુભાઈ રાવત (1898-1989)*
.          🌹🌹🌹
ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સંપાદક અને
કળા વિવેચક બચુભાઈ રાવતનો આજે
જન્મદિન અને આઝાદીના જંગમાં બલિદાન
આપનાર ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ
છે. અમદાવાદમાં જન્મેલા
બચુભાઈએ ગોંડલમાં
પ્રાથમિક અને માધ્યમિક
શિક્ષણ લીધું હતું. તે પછી
ચાર વર્ષ ગોંડલની શાળામાં
શિક્ષક તરીકે નોકરી કરી
અમદાવાદમાં સસ્તું સાહિત્ય
વર્ધક સંસ્થા સાથે જોડાયા.
1922-23માં નવજીવન પ્રકાશન મંદિર
અને 1924માં “કુમાર”સામયિક શરૂ થતા
કલાગુરુ રવિશંકર રાવળ સાથે સહતંત્રી
સાથે સંકળાયા.હતા.1943માં કુમારના
તંત્રી બન્યા અને સામયિકને ગુણવત્તાના
ઊંચા સ્તરે લઈ ગયા. આપણી ભાષામાં
કુમારમાં કવિતા છપાય એટલે કવિપદ
પ્રાપ્ત થતું તે સ્તરે કુમારમાં પ્રકાશન
માટે કવિતાઓનું ચયન થતું. ‘બુધસભા’
જેવી સંસ્થાઓ દ્વારા પણ તેમણે ગુજરાતી
કવિઓને ઉમદા મંચ પૂરું
પાડ્યું હતું. મુંબઈ રાજ્ય
લિપિ સુધારણા સમિતિ,
ગુજરાતી મુદ્રક સમિતિ
અને ગુજરાતી સાહિત્ય
પરિષદમાં પણ તેમનું
મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું
છે. ગાંધીયુગની સાહિત્યિક
રુચિને ઘડવામાં પ્રદાન કરનાર બચુભાઈએ
‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’ અને
‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’
જેવા પુસ્તકો પણ લખ્યા છે. પદ્મશ્રી
બચુભાઈ રાવતનું 12 જુલાઈ 1980ના
રોજ અવસાન થયું હતું.
*સૌજન્ય:દિવ્યભાસ્કર*

No comments:

Post a Comment

અપાર આઈ ડી માહિતી

 અપાર આઈ ડી