Monday, February 25, 2019

કરન્ટ અફેર્સ

કરન્ટ અફેર્સ તા. ૨૫/૦૨/૨૦૧૯
દિન વિશેષ
25 ફેબ્રુઆરી કવિ નર્મદનો નિર્વાણ દિવસ
➡ મૂળનામ : નર્મદશંકર લાલશંકર દવે
➡ જન્મ : 24 ઓગસ્ટ , 1833 સુરત, ગુજરાત, ભારત
➡ નર્મદના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઓળખાય છે
➡ નર્મદે 23 વર્ષની ઉંમરે જ સાહિત્યની શરૂઆત કરી હતી.
➡ નર્મદે ડાંડિયો નામનું પાક્ષિકની શરૂઆત કરી હતી.
➡ નર્મદે સૌપ્રથમ કવિ ચરિત્ર સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી.
➡ જેમાં 'કવિ ચરિત્ર' ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર સાહિત્ય ગણવામાં આવે છે.
➡ નર્મદની કવિતાઓનો મુખ્ય રસ વીર અને શૃંગાર જોવા મળે છે.
➡ નર્મદ 1851માં મુંબઇ ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી.
➡ 1856માં તત્વ શોધક સભા ની સ્થાપના કરી હતી.
➡ કનૈયાલાલ મુનશીએ નર્મદને 'અર્વાચીનોમાં આદ્ય કવિ' કહ્યા છે.
➡ જ્યારે ત્રિભુવનદાસ લુહાર નર્મદને 'પૂર્વજ' કહ્યા છે.
➡ ઉમાશંકર જોશીએ નર્મદની કવિતાને 'નવા યુગની નાદ સંભળાય છે' એવું કહ્યું છે.
➡ 'મંડળી મળવાથી થતા લાભ' ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે.
➡મારી હકીકત ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે.
➡ નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલી છે.
➡ ઉત્તમ સાહિત્ય માટે 1939માં નર્મદ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત થઇ હતી.
➡ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત માં આવેલી છે.
➡ 'કલમ ના ખોળે માથુ મુકું છું' એવું કહેનાર નર્મદ હતા.
➡ મહા કાવ્ય રચવા માટે વીરવૃત છંદની શોધ નર્મદા કરી હતી.
➡ અવસાન : 25 ફેબ્રુઆરી 1886

ભારત
તાજેતરમાં અરણાચલ પ્રદેશે એરી ફાર્મિંગ યોજનાની શરૂઆત કરી છે
➡એરી ફાર્મિંગ એ એક પ્રકારનો રેશમ છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે.
➡ આ યોજના રેશમ ઉત્પાદન કરતા ખેડૂતો માટે બનાવવામાં આવી છે.
➡ અરુણાચલ પ્રદેશ ભારતના ૨૯મું રાજ્ય છે.
➡ તેનું પાટનગર ઇટાનગર છે.
➡ હાઇ કોર્ટ : ગૌહાટી હાઇ કોર્ટ - ઇટાનગર શાખા છે.
➡ ગવર્નર : પદ્મનાભ આચાર્ય
➡ મુખ્યમંત્રી : પેમા ખાંડુ

તામિલનાડુ બે કોસ્ટ ગાર્ડ જીલ્લાના મુખ્ય મથકવાળા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
➡ તામિલનાડુનું પાટનગર ચેન્નઈ છે.
➡ ગવર્નર : બનાવરીલાલ પુરોહિત
➡ મુખ્ય પ્રધાન : એડપ્પાડી કે પાલનિસ્વામી
➡ તે વસ્તી ની દ્રષ્ટિએ છઠ્ઠા નંબરનું સૌથી મોટું રાજ્ય છે.

તાજેતરમાં અસમ રાજ્યમાં બે સીલ્કપરી યોજના શરૂ કરવામાં આવી છે
➡ આ યોજનાની શરૂઆત વસ્ત્ર મંત્રાલયે કરી છે.
➡સોલિડ ટુ સિલ્ક અને બીજી એરી ઇન પેન્સિવ આ બે યોજના શરૂ કરવામાં આવી છે.
➡ હાલના કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની છે.
➡ રાજધાની : દિસપુર
➡ સૌથી મોટું શહેર : ગૌહાટી
➡ ગવર્નર : જગદીશ મુખી
➡ મુખ્ય મંત્રી : સર્વનંદ સોનોવાલ
➡ આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય અભ્યારણ આવેલું છે.
➡ કાઝીરંગા રાષ્ટ્રીય અભ્યારણ એકશિંગી ગેંડા માટે જાણીતું છે.
➡ એકશિંગી ગેંડા ભારતના આસામ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.

તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી છે.
➡ આ યોજનામાં શહેરી વિસ્તારના યુવાનોને 100 દિવસની રોજગારી આપવામાં આવશે.
➡ જેમાં એક મહિનાના ચાર હજાર રૂપિયા રોજગારી આપવામાં આવશે.
➡ આ યોજનાની શરૂઆત કમલનાથે કરી છે.
➡કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે.
➡ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ છે.
➡ રાજ્યપાલ : આનંદીબેન પટેલ

ક્ષેત્રીય સમુદ્ર સુરક્ષા સંમેલન મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું
➡ સમુદ્રી તટની સુરક્ષા અને તેના વ્યાપાર નું સંવર્ધન થાય તે તેનું મુખ્ય કાર્ય છે.
➡ જેનું આયોજન નેશનલ મેરિટાઇમ ફાઉંડેશન, વિદેશ મંત્રાલય અને સીપ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

વિશ્વ
ISSF શૂટિંગ વિશ્વ કપમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ પદક જીત્યો છે
➡ જેમની ઉંમર ૧૬ વર્ષની છે.
➡ તેણે એશિયન ગેમ્સ અને યુથ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
➡ ISSF : International Shooting Sport Federation
➡ આ વર્લ્ડકપ નવી દિલ્હી ખાતે યોજાય છે.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...