Tuesday, July 28, 2020

Riya tune kya kiya???#ssr

Big breaking of the day, or I must say 1st step towards Justice of Sushant.

FIR has been registered against Rhea Chakraborty

સુશાંત કેસમાં  નવો મોડ
પિતાએ કરી ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તી સામે પટનામાં FIR.

આ બાબતે kngna ranaut  અને Arnb goswamiનું ટ્વીટ પણ જુઓ...





Saturday, July 25, 2020

ધોરણ.8 ગુજરાતી. ધૂળિયે મારગ, એકમકસોટી




ધોરણ.8 ગુજરાતી ધૂળિયે મારગ, એકમકસોટી


૧,ધૂળિયે મારગ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
૨, ધૂળિયે મારગ કાવ્યના કવિ નું પૂરું નામ જણાવો.
૩,મકરંદ દવેનો જન્મ ક્યારે થયો હતો?
૪,મકરંદ દવેનું મૃત્યુ ક્યારે થયું?
૫, મુંબઈ રહ્યા બાદ તેઓએ  કયાં વસવાટ કર્યો હતો ?
૬,મકરંદ દવે કયા-કયા ક્ષેત્રે ગતિ કરતા રહ્યા?
૭, મકરંદ દવે કેવા મરમી કવિ હતા?
૮, મકરંદ દવેના  કાવ્યોમાં કેવો અનુભવ રજુ થાય છે?
૯, મકરંદ દવેને કયો સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો?
૧૦, આ કાવ્યમાં કયા-કયા બે માર્ગોની વાત છે?
૧૧,કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત
     મહત્વની ગણાવે છે?

૧૨, ધૂળિયો મારગ એટલે શું ?

૧૩, ઉપરવાળી બેંક એટલે શું?

૧૪,એક મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?

૧૫,હાલના સમયમાં મનુષ્યએ કોની પાછળ દોટ મુકી છે?

૧૬, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ?

૧૭, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર
      પડે છે ?

૧૮,નીચે આપેલા શબ્દો ના અર્થ જણાવો.
     મારગ
    માલંમાલ
    દોઢીયા
    અડખે પડખે
     રાંક......

૧૯, કાવ્યને આધારે નીચેના વિરોધી શબ્દો લખો.

        ગરીબ ×
         ખોટ ×
         મારગ ×
         દુઃખ ×
         આભ ×
        ખુલ્લા ×
          બેઠું ×
         સાંકડી ×
        વ્હાલ ×
         ચાલ ×
   

૨૦,કાવ્યમાં આવતા એક સરખા પ્રાસવાળા શબ્દો લખો.

૨૧ પાના નંબર '25' પરના આ કાવ્યમાં આપવામાં
      આવેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

૨૨, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

૨૩,કાવ્યમાં સાદગી અને સંતોષની વાત થઈ છે.
  આ બાબતો આપણા જીવનમાં કઈ રીતે જરૂરી બની શકે?

૨૪, કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં લખો.

ભવેન કચ્છી સાથે સંવાદ આજે રાત્રે 9 વાગ્યે

ભવેન કચ્છી સાથે સંવાદ આજે રાત્રે  9 વાગ્યે.



ઇન્સ્ટાગ્રામ લાઈવ લિન્ક 














Thursday, July 23, 2020

ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી ? -

ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી?
.
ગુરુવારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયભરના નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓ સાથે  વર્ચ્યુઅલ મિટિંગ કરી. ગુજરાત સરકાર નવેમ્બર મહિના સુધી શાળાઓ શરૂ કરવાના મુડમાં દેખાતી નથી. ડૉ. કિરીટભાઈ જોશી, ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની, ડૉ. વિદ્યુતભાઈ જોશી, ગિજુભાઈ ભારડ તથા સંજયભાઇ રાવલ જેવાં વિદ્વાનો આ મિટિંગમાં ઉપસ્થિત હતા. આ તમામ વચ્ચે ૩૦% સિલેબસ ઘટાડવા માટે સંમતિ હોય તેવું દેખાઈ રહ્યું હતું. ડૉ. વિદ્યુતભાઈ જોશીએ દિવાળી અને નવરાત્રીના વેકેશનને ઘટાડીને બગડેલા દિવસોને ભરપાઈ કરી શકાય એવું એક સૂચન કર્યું હતું. સાથે સાથે તેમણે સૂચવ્યું હતું કે પ્રિ-પ્રાયમરી માટે આખી ટર્મ રદ કરવી જોઈએ તથા ધોરણ એકથી ચાર દિવાળી સુધી ચાલુ ન કરવા જોઈએ. ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ સૂચન કર્યું હતું કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જૂન ૨૦૨૧માં લેવામાં આવશે એવી આગોતરી ઘોષણા કરી દેવી જોઈએ જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે એક પ્રકારનો અનિશ્ચિતતાનો માહોલ છે તે દૂર થઈ જાય. ડૉ. કિરીટભાઈ જોશીએ ત્રણ શિફ્ટમાં શાળાઓ નવેમ્બર પછી શરૂ કરવી જોઈએ એવું સૂચન કર્યું. સંજયભાઇ રાવલે અંતરિયાળ ગામડાંઓ તથા ગરીબ વિસ્તારો કે જ્યાં મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટના પ્રશ્નો છે ત્યાં મોબાઈલ વાન શિક્ષણ આપે એવી વ્યવસ્થા કરવા અંગે સૂચિત કર્યું હતું.
.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારા પંદર દિવસની અંદર નિર્ણય લઈ લેવામાં આવશે એવું જાહેર કર્યું છે ત્યારે મારે તેમને કેટલાંક સૂચનો કરવા છે.
--------------
સૂચન એક 
પ્રિ-પ્રાયમરી
--------------
પ્રિ-પ્રાયમરી એટલે કે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી – આ ત્રણ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર સુધી શિક્ષણ બંધ રાખવામાં આવે. ત્યારબાદ બાકી રહેતી ટર્મમાં જેટલું અનિવાર્ય હોય તેટલું શિક્ષણ આપીને આ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી આપવામાં આવે.
---------------------
સૂચન બે 
ધોરણ એકથી ચાર
---------------------
પ્રાયમરીના પહેલાં ચાર વર્ષ એટલે કે ધોરણ એકથી ધોરણ ચારના વિદ્યાર્થીઓને ૩૧ ડિસેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને દર પંદર દિવસે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. પંદર દિવસ પૂરા થાય એટલે વાલી પોતાના સંતાન સાથે એસાઇનમેન્ટ લઈને શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે અને તેમને બીજા પંદર દિવસનું એસાઇનમેન્ટ આપવામાં આવે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે નહીં અને શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે તે પહેલાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવે અને ત્યારબાદ જ તેઓને નિયમિત રીતે શાળામાં બોલાવવામાં આવે. 
.
જો આ દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
----------------------
સૂચન ત્રણ
ધોરણ પાંચથી આઠ 
----------------------
પ્રાયમરીના પછીના ચાર વર્ષ એટલે કે ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓને ૩૦ નવેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવા અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વાલી પોતાના સંતાન સાથે શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે. શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વાલી અને તેમનું સંતાન આવે તેને તપાસીને પરત આપવાનું રહેશે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વધારે બગડશે નહીં અને વિદ્યાર્થીનો શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
----------------------------
સૂચન ચાર 
ધોરણ નવ અને દસ
ધોરણ અગિયાર અને બાર   
----------------------------
માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ તથા ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ઓકટોબર ૦૧, ૨૦૨૦થી નિયમિત શાળામાં અભ્યાસ શરૂ કરાવવામાં આવે. ૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે. ઓકટોબર ૦૧, ૨૦૨૦થી અભ્યાસ શરૂ કરતી વખતે સોશિયલ ડિસ્ટર્ન્સિંગ જાળવવા માટે ૬૦ના ક્લાસને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. પ્રથમ ચાર પિરિયડ ભાગ એકમાં લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ બેમાં છેલ્લા ચાર પિરિયડ લેવામાં આવે. તેવી જ રીતે ભાગ બેમાં પ્રથમ ચાર પિરિયડ લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ એકમાં છેલ્લા ચાર પિરિયડ તરીકે લેવામાં આવે. આવું કરવાથી શિક્ષણન સાતત્ય જળવાશે.
.
સપ્ટેમ્બર ૩૦ સુધી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે સમય નક્કી કરીને બેચ પ્રમાણે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવાનું અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વિદ્યાર્થી શાળાએ જાય. શાળામાં જે તે વિષે શિક્ષક તેને ચેક કરીને લઈ લે. જે તે વિષય શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વિદ્યાર્થી આવે તેને પરત આપવાનું રહેશે. એસાઇનમેન્ટ સબમિટ કરવા આવે તે સમયે ધોરણ નવ અને દસના વિદ્યાર્થિની જેમાં તકલીફ હોય કે મૂંઝવણ હોય તે જે તે વિષય શિક્ષકે સોલ્વ કરવામાં મદદરુપ બનવાનું રહેશે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
-------------
સૂચન પાંચ 
-------------
આ પદ્ધતિ દાખલ કરીને શાળાકીય અભ્યાસને અસરકારક બનાવી શકાશે. રાજ્યના અંતરિયાળ ગામડાંઓ હોય કે ગરીબ વિદ્યાર્થીઓ – તમામને એક સરખું શિક્ષણ પ્રાપ્ત થશે. આ પદ્ધતિ દાખલ કર્યા પછી ઓનલાઈન ક્લાસીસ સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવે.
----------
સૂચન છ   
----------
ધોરણ દસ અને ધોરણ બારનો બોર્ડની પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયાને બદલે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવે. જૂનમાં નહીં.  કારણ કે જૂનમાં પરીક્ષા લેવામાં આવશે તો પરિણામ ઓગસ્ટ પહેલાં નહીં આવે. એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં બોર્ડની પરીક્ષાઓ લઈને મેના છેલ્લા અઠવાડિયામાં અથવા તો મોડામાં મોડું જુનના પ્રથમ અઠવાડિયામાં પરિણામ આપી દેવું જોઈએ. આમ થવાથી આગળના શૈક્ષણિક વર્ષમાં વિલંબ નહીં થાય.
--------------
સૂચન સાત   
--------------
૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે.
-------
અંતે
-------
મારી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવશ્રી, બોર્ડના અધ્યક્ષશ્રી, પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સચિવશ્રીઓ – તમામને આ રીતે વ્યવસ્થા ઊભી કરીને રાજ્યના શાળાના અભ્યાસને અસરકારક બનાવીને દેશમાં એક “આદર્શ મોડેલ” પ્રસ્તુત કરે એ જ અપેક્ષા.

Monday, July 20, 2020

ધોરણ.૮,ગુજરાતી, એક મુલાકાત,એકમકસોટી-પૂર્વી લુહાર.




ધોરણ.૮,ગુજરાતી, એક મુલાકાત,
એકમકસોટી-પૂર્વી લુહાર.

૧,અહેવાલ એટલે શું?

૨,શાળામાંથી કઈ જગ્યાએ મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું?

૩, ગુજરાતની સ્થાપના વર્ષોમાં શરૂઆતમાં આપણા
     રાજ્યનું પાટનગર કયું હતું?

૪,ગુજરાત રાજ્યનું હાલનું પાટનગર કયું છે?

૫, ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય ક્યારે
     કરવામાં આવ્યો?

૬, ગાંધીનગર કેટલા સેક્ટરમાં વિભાજીત છે?

૭, ગાંધીનગરમાં કેટલા આડા માર્ગો છે?

  અને આ આડા માર્ગોની વ્યવસ્થા કઈ રીતે છે?

૮, ગાંધીનગરમાં કેટલા ઉભા માર્ગો છે?

     અને તેની વ્યવસ્થા કઈ રીતે છે?

૯, દરેક માર્ગનું નામ કોની સાથે જોડવામાં આવ્યું છે?

૧૦, ગાંધીનગર એટલે ગ્રીનસીટી એવું શા માટે કહેવાય છે?

૧૧, ગાંધીનગર કોનું-કોનું ત્રિવેણી સંગમ છે ?

૧૨,ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહ નામ શું છે?

૧૩, ગેટપાસ એટલે શું?

૧૪, મેટલડિટેક્ટર એટલે શું?

૧૫, એસ્કેલેટર એટલે શું?

૧૬, વિધાનસભા ગૃહની આગળ કોની મૂર્તિ સ્થાપિત 
     કરવામાં આવી છે?

૧૭, ધારાસભા એટલે શું?

૧૮, વિધાનસભાના ગૃહની મુલાકાત વખતે કઈ-કઈ
      બાબતોનું ધ્યાન રાખવું પડે છે?

૧૯, ધારાસભ્યો ક્યાં પ્રશ્નો રજુ કરતા હતા?

૨૦, વિધાનસભાગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન
      કેવા હતા?

૨૧,વિધાનસભા ગૃહમાં કોના-કોના કાર્યાલય હોય છે?
       અને આ કાર્યાલયો કઈ રીતે વહેંચાયેલા હોય છે?

૨૨,રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે 
     કોણ સંભાળે છે?

 ૨૩,અલ્પાહાર એટલે શું?

૨૪,કેન્ટીન એટલે શું?

૨૫,પાઠમાં આવતા વિવિધ દ્વિરુક્ત શબ્દો લખો.

૨૬, પાઠમાં આવતા વિવિધ અંગ્રેજી શબ્દો લખો.

૨૭,આપણું પાટનગર ગાંધીનગર વિશે તમારા શબ્દોમાં
     પાઠના આધારે નિબંધ લખો.

૨૮, જો તમે તમારા વિસ્તારના ધારાસભ્ય હોય તો 
     તમારા વિસ્તારના વિકાસ માટે તમે કેવી પ્રવૃત્તિ કરો.

૨૯, હાલના આપણા વિસ્તારના ધારાસભ્ય કોણ છે?

૩૦,ગાંધીનગર તો હરિયાળું નગર છે પણ તમારા
     ગામને હરિયાળું બનાવવા તમે શું કરશો?

૩૧, અહી પાઠમાં મુલાકાત ગાંધીનગરની લેવામાં આવી છે.
       તમે ક્યારેય કોઈ ગામ કે ઐતિહાસિક સ્થળની
      મુલાકાત લીધી છે? તો એના વિશે દસ વાક્ય લખો.

૩૨,નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
     * રાજ્યના કાયદા ઘડનારી સભા-
     * રાજ્ય નું વડુમથક-

૩૩, આ પાઠમાંથી ઇક પ્રત્યય લાગ્યો હોય તેવા શબ્દો લખો.દાખલા તરીકે -સાંસ્કૃતિક.....

૩૪,નીચેના શબ્દો ને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
    અસ્તિત્વ 
     સ્વચ્છ 
      પ્રવૃત્તિ
       પ્રકૃતિ 
      વ્યવસ્થા 
       પ્રવેશ 
      ગેટપાસ
      મુલાકાત
      અલ્પાહાર.

૩૫,કોઇપણ રાજયનું વડુમથક ક્યાં નામે ઓળખાય છે?




ગુજરાતી ધોરણ.૮ તને ઓળખું છું, માં: 'એકમકસોટી'-પૂર્વી લુહાર.




ગુજરાતી ધોરણ.૮ તને ઓળખું છું, માં.
'એકમકસોટી'-પૂર્વી લુહાર.


 ૧,તને ઓળખું છું, મા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

૨, તને ઓળખું છું, માં કાવ્યના કવિનું પૂરું નામ જણાવો.

૩, મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો.

૪, મનોહર ત્રિવેદી શેનો વ્યવસાય કરતા હતા?

૫, મનોહર ત્રિવેદીના કાવ્ય સંગ્રહો ના નામ આપો.

૬, ક્યા સાહિત્યમાં મનોહર ત્રિવેદનું નોંધપાત્ર પ્રદાન છે?

૭, મનોહર ત્રિવેદીના વાર્તાસંગ્રહોના નામ આપો.

૮, મનોહર ત્રિવેદીની એક નવલકથા છે એનું નામ આપો.

૯, કવિએ અહીં શેનો મહિમા ગાયો છે?

૧૦,બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી વારંવાર કયો શબ્દ સરી પડે છે?

૧૧,પોતાના બાળક નું દુઃખ લઇ લેવા માતા શું કરે છે?

૧૨, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?

૧૩, માની મમતાને પામી ન શકનાર માટે કયો શબ્દ વાપરે છે?

૧૪, કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે?.

૧૫, એકલવાયુ વરસે છે ચોમાસુ એવું કવિ કયા સંદર્ભમાં કહે છે?
૧૬, કવિ માતાની મમતા કયા-કયા પ્રસંગે અનુભવે છે?

૧૭,તમને તમારા મમ્મી ગમે છે? તમારા મમ્મી વિશે દસ વાક્ય લખો.

૧૮,મોટા થઈને તમે તમારા મમ્મી-પપ્પા માટે શું કરશો?

૧૯, પરકમ્મા એટલે શું?પરકમા કોની- કોની કરવામાં
        આવે છે ?

૨૦,કાવ્યમાં આવતા દ્વિરુક્ત શબ્દો લખો.

૨૧,લહેરખી અને લૂ એટલે શું સમજાવો.

૨૨, ટેરવા એટલે શું?

૨૩, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
     મારગ -
     અભાગી -
     સદા -
     સ્મરણ -
     આંખ -
     દુઃખ -

૨૪,નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો.
   હડસેલે,
    તરણા,
    પળભર,
    તીરથ,
    અભાગી.

 ૨૫,માતૃ મહિમા એટલે કે મા વિશેનો નિબંધ તમારા શબ્દોમાં તમારા અનુભવના આધારે લખો.

૨૬, માં વિશેની કોઈ પણ પાંચ પંક્તિ,કહેવત,સુવિચાર 
        અથવા સૂત્ર લખો.

૨૭, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
     અભાગી ×
     સ્મરણ ×
     લૂં ×
     દૂર ×

૨૮, કાવ્યમાં આપેલા પાના.નંબર.૧૬ પરના ચિત્ર 
   દોરીને સરસ મજાના રંગ પૂરો.

મનોદર્પણ કાર્યક્રમ નિહાળવા અંગે શિક્ષકોમાટે ગાંધીનગરથી પરિપત્ર

મનોદર્પણ કાર્યક્રમ નિહાળવા અંગે શિક્ષકોમાટે  ગાંધીનગરથી પરિપત્ર.
સમય. સવારે 11 વાગ્યે તારીખ.21 7.2020




Saturday, July 18, 2020

રાજુલા તાલુકાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા બાબતનો પરિપત્ર.

રાજુલા તાલુકાના શિક્ષકોને હેડક્વાર્ટર ન
છોડવા બાબતનો પરિપત્ર.





ધોરણ.3 થી 10 સુધીના વિદ્યાર્થીઓમાટે એકમ કસોટી બુક વિતરણ બાબતનો પરિપત્ર

ધોરણ.3 થી 10 સુધીના વિદ્યાર્થીઓમાટે,
એકમ કસોટી બુક વિતરણ બાબતનો પરિપત્ર.


Wednesday, July 15, 2020

ધોરણ.૮,ભાષાસજ્જતા, સ્વર અને વ્યંજન,પાના નમ્બર-૫,૬ એકમકસોટી


ધોરણ.૮,ભાષાસજ્જતા, સ્વર અને વ્યંજન,
             પાના નમ્બર-૫,૬ એકમકસોટી.






 ૧,સ્વર અને વ્યંજન તરીકે આપણે કોને
     ઓળખાવીએ છીએ ?

૨,મુખપથ એટલે શું ?

૩,નાસિકાપથ એટલે શું ?

૪,આપણને સ્વર ક્યારે સંભળાય છે ?સ્વરના
   ઉદાહરણરૂપ અક્ષરો જણાવો.

૫, વ્યંજન આપણને ક્યારેય સંભળાય છે ?
     વ્યંજનના ઉદાહરણ અક્ષરો જણાવો.

૬,વ્યંજન એટલે શું?

૭, અઘોષ ધ્વનિ એટલે શું?

૮, ઘોષ ધ્વનિ એટલે શું?

૯,કંઠય અક્ષરો જણાવો.

૧૦, તાલવ્ય અક્ષરો જણાવો.

૧૧, મૂર્ધન્ય અક્ષરો જણાવો.

૧૨,   દંત્ય અક્ષરો જણાવો.

૧૩,ઓષ્ઠય અક્ષરો જણાવો.

૧૪,તાલવ્ય મહાપ્રાણમાં કયા અક્ષરો આવશે?

૧૫,દંત્ય મહાપ્રાણમાં કયા અક્ષરોનો સમાવેશ થશે?

૧૬, ઓષ્ઠય અલ્પપ્રાણ અક્ષરો જણાવો.

૧૭,તાલવ્ય અલ્પપ્રાણ અક્ષરો જણાવો.

૧૮, કંઠ્ય મહાપ્રાણ અક્ષરો જણાવો.

૧૮,ઘોષ-અઘોષ કઈ સ્થિતિ દર્શાવે છે?

૧૯, અલ્પપ્રાણ અને મહાપ્રાણ શું દર્શાવે છે?

૨૦, અનુનાસિક ધ્વનિ એટલે શું?

૨૧,આપણે અક્ષર કોને કહીએ છીએ?

૨૨, પ્રાંત,તણખો,ચિનગારી,દેશ,મહાનલ,સમુદાય
       પરમાત્મા, સળગી, લોક,આજતક, શાળા-
       આ શબ્દોના સ્વર અને વ્યંજન છૂટા પાડો.
 
         ઉદાહરણ તરીકે
         *કાલ-
           ક્+આ+લ્+અ =કાલ
                                         - પૂર્વી લુહાર

#justiceforSushantforumનો નવો વળાંક.


Why was Sushants body placed
 on this side of the bed? 
The Fan is on the opposite side to the Knot
#justiceforSushantforum  નામથી ચાલતું ટ્વીટર હેન્ડલ જણાવે છે કે સુશાંતનો મૃતદેહ જે સાઈડ પરથી મળ્યો તેના વિરુદ્ધ દિશામાં પંખો છે.આ બાબત કેટલીક તસ્વીરમાં એ લોકોએ સ્પષ્ટ પણ કરી છે જોઈએ.



Tuesday, July 14, 2020

કબર પર એમને ગમતા ડોલરના ફૂલ મૂકુ છું."દાદીમાંની યાદ"-પૂર્વીલુહાર.






દાદી
મારા બાળપણની રસથાળીના ખાટા, મીઠા,તૂરા, કડવા એક પછી એક એમ ઘણા રસમાની  મધ મીઠી ખીર......

મારા દૂધિયા દાંત જ્યારે દાળિયા ચાવવાને અસક્ષમ હતા ત્યારે ખલમાં દાળિયાનો ચૂરો કરીને મારા મોંમાં મુકનાર મૂકસેવક ......

મારી મસ્તીખોરીથી થતા હલ્દીઘાટીના શેરી યુધ્ધમાં
ભૂલ મારી હોયકે ન હોય મારો સ્વયંસેવક ચોકીદાર.....

મને નિશાળના પગથિયાં ચડાવીને વિશ્વ બતાવનાર....
હું થાકી જાવ છું દુનિયાદારીથી ત્યારે મને દાદીનો ખોળો ખુબ યાદ આવે છે......

આજે હું  કઈ કરી ન શકું એમના માટે અફસોસ !!!!
માત્ર કબર પર એમને ગમતા ડોલરના ફૂલ મૂકુ છું.
                                    - પૂર્વી લુહાર.


Monday, July 13, 2020

ધોરણ.૮ ગુજરાતી જુમો ભિસ્તી,એકમકસોટી-પૂર્વી લુહાર

ધોરણ.૮ ગુજરાતી જુમો ભિસ્તી,એકમકસોટી-પૂર્વી લુહાર


        એકમકસોટી
૧,જુમો ભિસ્તી પાઠના લેખકનું નામ શું છે?

૨,ધૂમકેતુનું પૂરું નામ જણાવો.

૩,ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ જણાવો.

૪, ધૂમકેતુ નો જન્મ ક્યાં થયો હતો?

૫, ધૂમકેતુના વાર્તાસંગ્રહનું નામ શું છે?

૬, જુમો ભિસ્તી વાર્તામાં કેવા પ્રકારની ભાવનાનું
    નિરૂપણ થયું છે?

૭, જુમો ભિસ્તી માં કયા ગામની વાત છે?

૮,આ વાર્તામાં આવતા ત્રણ મકાનોનું વર્ણન કરો.

૯,જુમાનું બાળપણ કેવી રીતે વીત્યું હતું?

૧૦,પાઠમાં આવતા  પાત્રોના નામ લખો.

૧૧,બાળપણથી આજ સુધી કોની મૈત્રી અખંડ રહી હતી?

૧૨,જુમો અને વેણુ સવારથી સાંજ સુધી શું કરતા હતા?

 ૧૩,મશક એટલે શું?

૧૪, એક દિવસ વહેલી સવારે જુમો અને વેણુ કેટલા
         વાગ્યે ફરવા નીકળ્યા હતા?

૧૫, વેણુનો પગ રેલના પાટામાં કઈ રીતે ફસાઈ ગયો હતો?

૧૬,જુમાના પેટમાં ધ્રાસકો શા માટે પડ્યો?

૧૭,જુમાએ વેણુને બચાવવા માટે કોની-કોની પાસે
      મદદ માગી?

૧૮,કોઇની  મદદ ન મળતા જુમાએ અંતે શું વિચાર્યું?

૧૯, વેણુએ જુમાની જાન કેવી રીતે બચાવી ?

૨૦,વેણુ પર થઈને ટ્રેન ચાલી ગઈ એ પછી કેવુ દ્રશ્ય સર્જાયું?

૨૧, જુમો વેણુની યાદ માં હજુ એ રોજ  શું કરે છે?

૨૨, પાઠના આધારે જુમાનુ પાત્રા લેખન કરો.

૨૩, પાઠના આધારે વેણુનુ પાત્રાલેખન કરો.

૨૪,જુમો અને વેણુની મિત્રતાનું આલેખન કરો.

૨૫, તમને આ વાર્તા ગમી ? તમારા શબ્દોમાં ટૂંકમાં
       આ વાર્તા લખો.

૨૬,જુમાની જગ્યાએ તમે હો તો તમે વેણુને
       બચાવવા શું કરત?

૨૭,શું  તમે ક્યારેય કોઈ પશુ કે પક્ષી પાળ્યું છે ?
    તેનું ધ્યાન તમે કઈ રીતે રાખો છો?

૨૮, શ્રીમંત,દુર્ગંધ, કર્કશ ,આનંદ,ગદબ,હાંડલી=
       આ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

૨૯, પાઠમાં આવતા રૂઢિપ્રયોગોનો અર્થ આપી
       વાક્યપ્રયોગ કરો.

૩૦,નીચે આપેલા એક શબ્દ માટે  શબ્દ સમૂહ લખો.
     * ગદબ -
     * મશક -.
     *હાંડલી-
                              - પૂર્વી લુહાર

Sunday, July 12, 2020

શ્રી નગીનદાસ સંઘવી -શ્રદ્ધાંજલિ










ગુજરાતી લેખન-પત્રકારત્વમાં જેમનું અસાધારણ પ્રદાન છે એવા શતાયુ પ્રાધ્યાપક- લેખક - કટારલેખક અને વિચારક આદરણીય નગીનદાસબાપા સંઘવી એ અંતિમ શ્વાસ લીધા. 
સો વર્ષ વટાવી દીધા હતા છતાં તન-મનથી સંપૂર્ણ સ્વસ્થ... એકદમ ટટ્ટાર કાયા.
પ્રબુદ્ધ લેખક-વિચારક નગીનદાસના વિચારો અને લખાણ સાથે આપણે ભલે સહમત ન થઇએ પણ તેમના લેખમાં જે માહિતી હોય એ તથ્યાત્મક હોય. એમના લેખનમાં ગપ્પાબાજી નહોતી. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની ગજબની શક્તિ હતી. 
મને પણ ક્યારેક કોઇ દેશની રાજકીય ઘટનાની બહુ સમજ ન પડે તો એ વિશેનો એમનો લેખ વાંચું તો આખો ઘટનાક્રમ સમજાઇ જાય. દરેક વિષય પર એમણે વિપુલ લખ્યું. નગીનદાસ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક પુસ્તક લખતા હતા, એ વખતે એમની ઇચ્છાથી નગીનદાસ સંઘવી સાથે ચાર કલાક બેઠો હતો, તે સમયે એમની આટલી ઉંમરે પણ તંદુરસ્તીનું રહસ્ય જાણવા મળ્યું. નિયમિત યોગ, ખાનપાનમાં સંયમ, સાદું-સંયમી અને શિસ્તબદ્ધ જીવનથી એ સદી વટાવી દીધી. એમની યાદ શક્તિ તીવ્ર હતી. એમના લખાણો વાંચીને તો લાગે જ નહીં કે આ સો વર્ષ વટાવી ચૂકેલો વ્યક્તિ લખે છે. 
સો વર્ષેય ટટ્ટાર ચાલે, મંચ પર ઊભા રહીને કલાક બોલી નાખે.
એમના લેખનમાં તાજગી રહેતી. વૈચારિક રીતે અમારે ઘણા મુદ્દે મતભેદ હતા, પણ મનભેદ નહોતા. જ્યારે મળ્યા ત્યારે ખૂબ પ્રેમ અને આત્મીયતાથી મળ્યા. અનેક વિષયો પર ફોન પર ચર્ચા થયા કરતી. કોઇ વિષયમાં કંઇક ખૂટતું કે માહિતી જોઇએ તો તરત ફોન કરે. 
ગુજરાતી વિદ્વાન સાહિત્યકાર દિનકર જોશી એ સાચું જ લખ્યું છે કે એ મહાભારત વિશે એક લેખ લખી રહયા હતા એમાં કશોક સંદર્ભ ખુટતો હતો. નગીનદાસ સંઘવીએ સુરતથી દિનકર જોશીને ફોન કર્યો, નકકી થયા પ્રમાણે નગીનદાસ સંઘવી સુરતથી જોગેશ્વરી અને ત્યાંથી દિનકર જોશીની ઓફિસ કાંદિવલી  આવ્યા.  પેલું પુસ્તક દુર્ભાગ્યે ઓફિસમાં નહોતું. ઘરે ગ્રંથાલયમાં પડયું હતું. 100 વરસના નગીનબાપા મુંબઈના ટ્રાફિકમાં સાંજ ઢળી ગઈ હોવાછતાં એકલા -એકલા  હરવા-ફરવામાં થાકયા નહોતા. દિનકર જોશીના ઘરે ગયા. પુસ્તક શોધ્યું  અને એમણે જરૂરી નોંધો કરી. એક લેખ લખવા માટે એક વાકયનો પણ સંદર્ભ ખુટતો હોય ત્યાં આવી સતર્કતા હવે કયાં જોવા મળશે?
કોઇ   વ્યક્તિના વિચારો સાથે આપણે સહમત હોઇએ  કે ન હોઇએ છતાં પણ એમની પાસેથી ઘણું શીખવા મળે, જાણવા મળે એવું અનોખું અને વિદ્વતાથી ભરપૂર વ્યક્તિત્વ નગીનબાપાનું  હતું. એમની સાથે કાયમ બહુ આત્મીય સંબંધ રહ્યો. એમના મૃત્યુથી દુ:ખની લાગણી અનુભવું છું...
અંતિમ પ્રણામ...-કે.મકવાણા.સાભાર

Saturday, July 11, 2020

બીગ.બી કોરોનાની ઝપેટમાં



હાલ મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેઝ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ બીગ,બી ની તબીયત ઠીક છે .પ્રાર્થના કરીએ રોગથી બચવાના ઉપાયો બતાવતા મહાનાયક જલ્દી સાજા થઇ જાય.

ધોરણ.૬,ગુજરાતી,રવિશંકર મહારાજ,એકમકસોટી





@ધોરણ.૬,ગુજરાતી,રવિશંકર મહારાજ,એકમકસોટી.

૧,રવિશંકર મહારાજ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે?

૨, રવિશંકર મહારાજ પાઠના લેખક નું પૂરું નામ જણાવો.

૩, ધીરુભાઈ પરીખનો જન્મ ક્યારે થયો હતો?

૪, ધીરુભાઈ પરીખ કયા-કયા સામયિકોના તંત્રી છે?

૫, ધીરુભાઈ પરીખના નોંધપાત્ર પ્રકાશનોના નામ આપો.

૬, મહારાજ એટલે કોણ?

૭,રવિશંકર વ્યાસ એટલે કોણ?

૮,રવિશંકર મહારાજને લોકોએ મહારાજનું બિરુદ
     ક્યારે આપ્યું?

૯,રવિશંકર મહારાજને લોકો કયા-કયા ઉપનામથી
    જાણતા હતા.

૧૦, રવિશંકર મહારાજ નો જન્મ ક્યારે થયો હતો?

૧૧, રવિશંકર મહારાજના માતા અને પિતાનું નામ જણાવો.

૧૨, બાળપણમાં માતા-પિતા પાસેથી રવિશંકર મહારાજ
     કેવું શિક્ષણ પામ્યા હતા.

૧૩, મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ વિશે શું કહેલું હતુ?

૧૪,રવિશંકર મહારાજ નો જીવન મંત્ર શું હતો?

૧૫,જોગણ ગામમાં કેવી પરિસ્થિતિ હતી?

૧૬,જોગણ ગામની પરિસ્થિતિ દૂર કરવા માટે
     રવિશંકર મહારાજે શું કર્યું?

૧૭,કણભા ગામમાં કઈ ઘટના બની હતી?

૧૮, બનેજડા ગામનો પ્રસંગ જણાવો?

૧૯,રવિશંકર મહારાજે બહારવટિયાઓને
      સુધારવાની કઈ પ્રવૃત્તિ કરી?

૨૦, કોણે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા?

૨૧, સુંદરણા ગામે કઈ ઘટના બની હતી?

૨૨, લોકો રવિશંકર મહારાજને શા માટે ભગવાનના
       અવતાર માનતા હતા?

૨૩,ઇ.સ. ૧૯૪૧માં કઇ ઘટના બની હતી?

૨૪, કઈ-કઇ કુદરતી આપત્તિઓમાં રવિશંકર મહારાજે
     લોકોની મદદ કરી હતી?

૨૫,ઇ.સ. ૧૯૪૧ અને ઇ.સ.૧૯૪૬માં અમદાવાદમાં
     કઈ મુસીબત આવી પડી હતી?

૨૬, મૂકસેવક એટલે શું?

૨૭, રવિશંકર મહારાજનું અવસાન કેટલા વર્ષે થયુ?

૨૮,રવિશંકર મહારાજ વિશે નિબંધ લખો.

૨૯,પાઠમાં આવતા રૂઢીપ્રયોગોનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો.

30,કોતર, ગરનાળુ, છાતીસમાણું અને શાર-કામનો
     અર્થ આપો.

#આભાર

Friday, July 10, 2020

ધોરણ.6,ગુજરાતી,વિવિધ ધર્મોની માહિતી.



ધોરણ છ માં ગુજરાતી  વિષયના પ્રથમ સત્ર અંતર્ગત બીજા એકમ "હિંદમાતાને સંબોધન"કાવ્યમાં સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલી  વિવિધ ધર્મની માહિતી આ પ્રમાણે છે.

૧,હિન્દુ:
 હિન્દુ ધર્મના ધર્મ ગુરુ શંકરાચાર્ય છે,ધર્મ ગ્રંથ ભગવદ્ ગીતા અને વેદ-પુરાણ છે,તેમનું ધર્મ સ્થાન મંદિર છે, ધર્મ પ્રતીક ઓમ છે, મુખ્ય તહેવાર દિવાળી અને નવરાત્રી છે.

૨,ઇસ્લામ:
 ઇસ્લામ ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મના ધર્મગુરુ હજરત મહંમદ પયગંબર સાહેબ  છે, ધાર્મિક ગ્રંથ કુરઆન-એ-શરીફ  છે,એમનું ધર્મસ્થાન મસ્જિદ છે, ધર્મ પ્રતીક ચંદ્ર છે, ઈદ એમનો મુખ્ય તહેવાર છે.

૩,શીખ:
 શીખ ધર્મના સ્થાપક અને ધર્મગુરુ  ગુરુ ગોવિંદસિંહ છે,ધર્મગ્રંથ ગુરુ ગ્રંથસાહેબ છે ,ધર્મસ્થાન એમનું ગુરુદ્વારા છે ધર્મ પ્રતિક એમનો કિરપાણ છે, મુખ્ય તહેવાર ચેટીચાંદ છે.

૪,ખ્રિસ્તી:
ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ઇશું ખ્રિસ્ત છે,એમનો ધાર્મિક ગ્રંથ બાઇબલ છે, તેમનુ ધર્મસ્થાન દેવળ એટલે કે ચર્ચ છે, તેમનું ધાર્મિક પ્રતીક ક્રોસ છે ,એમનો મુખ્ય તહેવાર નાતાલ છે.

૫,પારસી:
 પારસી ધર્મના ધર્મ ગુરુ અષો જરથુષ્ટ્ર છે એમનો ધાર્મિક ગ્રંથ અવેસ્તા છે,એમનું ધર્મસ્થાન અગિયારી છે એમનું ધાર્મિક પ્રતીક અગ્નિ છે, મુખ્ય તહેવાર એમનો નવરોઝ છે.

૬,જૈન:
જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામી છે એમનો ધાર્મિક ગ્રંથ આગમ એટલે કે કલ્પસૂત્ર છે,ધર્મસ્થળ દેરાસર છે, એમનું ધર્મ પ્રતીક ધર્મચક્ર અથવા સ્વસ્તિક છે, એમનો મુખ્ય તહેવાર પર્યુષણ છે.

૭,બૌદ્ધ:
બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે, એમનો ધાર્મિક ગ્રંથ ત્રિપીટક છે ,ધર્મસ્થાન એમનું પેગોડા  કે વિહાર છે, ધર્મ પ્રતીક અને સ્વસ્તિક છે,મુખ્ય તહેવાર એમનો બુદ્ધ પૂર્ણિમા છે.
                                                     -પૂર્વી લુહાર.

Thursday, July 9, 2020

#મોતની ખાઈમાં ડુબી ગયો દુબે-પૂર્વી લુહાર









મોતની ખાઈમાં ડુબી ગયો દુબે-પૂર્વી લુહાર



 મોત ની ખાઈ માં ડૂબી ગયો દુબે (વિકાસ)
          ઘણા સમયથી સમાચારમાં છવાયેલા અને પોલીસ વિભાગમાં એક સનસની  જગાવનાર યુપી નો નંબર વન ગેંગસ્ટર વિકાસ દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.અહીં ગેંગસ્ટર નું એક્ પેચીદા પૂર્વક એન્કાઉન્ટર થયેલું આપણને જોવા મળે છે. હાલ સવાલ ઉપસ્થિત થાય છે કે હકીકત શું છે? 
             ગઈકાલે જ્યારે  મહાકાલના મંદિર માં હતો એ પરિસરમાં વિકાસ દુબે ફુલની ખરીદી કરી રહ્યો હતો એ વખતે ત્યાંના લોકોને શન્કા જતા એમણે mp પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ગુનેગાર ભાગેડુને પકડી પાડ્યો હતો. mp પોલીસ જ્યારે up પોલીસને આ શખ્સ સોંપે છે ત્યારે આજે વહેલી સવારે કાનપુર લઇ જતી ગાડી અચાનક વરસાદમાં ડિવાઇડર સાથે અથડાઈને પલ્ટી ખાય જાય છે અને મોકાનો લાભ ઉઠાવી વિકાસ સાથેના પોલીસકર્મીઓના હથિયાર ઝુંટવીને ભાગવાની કોશિશ કરે છે એ વખતે ઝપાઝપીમાં ગોળી વાગે છે અને વહેલીસવારે ઘાયલ પોલીસકર્મીઓને અને વિકાસને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હોસ્પિટલમાં ડોકટર બતાવે છે કે વિકાસ દુબેનું માથામાં ગોળી વાગતા મોત થયુ છે ત્યારે પોલીસ આ ખબર જાહેર કરે છે.

           સવાલ એ છે કે શુ પોલીસ એન્કાઉન્ટર કરી નાખ્યું કે આજે પલટી ખાઇ જનાર ગાડી છે એ હકીકતમાં પલટી ખાઈ ગઈ હતી કે પોલીસની કઇ યોજના હતી એ વિષય હજુ કંઈ સમાચાર મળતા નથી પરંતુ એટલું નક્કી છે કે પોલીસ કર્મીઓની હત્યા  કરનાર આ વિકાસ દુબે  અત્યારે ખુદ મોત ની ખાઈ માં ડૂબી ગયો છે.અહી up cm યોગીજીની પણ નોંધ લેવી ઘટે સમગ્ર દેશમાં સનસની જગાવનાર આ ઘટનાના સંદર્ભમાં એમણે પોલીસને પોતાના કાર્યમાં છુટ્ટો દોર આપેલો મેડિકલ વિભાગ ,ન્યાય ,વૈજ્ઞાનિક અને એજ્યુકેશન વિભાગમાં સતાકીય હસ્તક્ષેપ ન જ હોવો જોઈએ.અખિલેશ યાદવના ટ્વીટ મુજબ ગાડી પલ્ટી નથી પણ  પલટતી સરકારને બચાવાઈ છે.જોઈએ આગે આગે હોતા હે ક્યાં.!!!




Wednesday, July 8, 2020

આપણી સંસ્કૃતિને જાણીએ.,ખોરડાંની ખાસિયતો અને વિવિધ ભાગોની માહિતી નીચે પ્રમાણે છે......



આપણી સંસ્કૃતિને જાણીએ .......
આવો ભુલાતી જતી આપણી ભવ્યતાને ફરી યાદ કરીએ તળપદી સંસ્કૃતિને  ઓળખીએ.....

જુના વખતમાં ગામડાં માં રહેણાંક ના મકાનો *ખોરડાં* તરીકે ઓળખાતા  જે ગાર, માટી,ચુનો,વાંસ,દેશી નળીયા વગેરેથી બનાવવામાં આવતા  આ ખોરડાંની ખાસિયતો અને વિવિધ ભાગોની માહિતી નીચે પ્રમાણે છે.

૧,ખોરડું : કાચું ગાર-માટીની દીવાલવાળું, દેશી નળિયાં અને વાંસની પટ્ટીથી બનાવેલ રહેણાંક ...

૨,પછીત : ઘરની પાછળની દીવાલ ...

૩,કરો : જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ-સામી દીવાલ ....

૪,મોભ / મોભારુ : બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું ...

૫,ભડુ : એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે છે

૬,બારસાખ : મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે છે ...

૭,ઘોડલિયા : બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરતગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય ...

૮,પાણિયારુ : જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રસોડાની બહારની દીવાલમાં સ્થિત હોય છે પત્થર અથવા લાકડા થી બનાવેલ હોય છે.

૯,ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય.

૧૦,નેજવું : છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે કે જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે.
૧૧,મોતિયું : નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું.

૧૨,ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી).

૧૩,વંડી : મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે 6થી 8 ફૂટ દીવાલ.

૧૪,માઢ ( માળ) / મેડી : ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર લેવામાં આવતો બીજો માળ.

૧૫,ગોખલા : વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા.

૧૬,છજુ : માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ ...

૧૭,ફળિયું : ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડાગામમાં ફળિયામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે.

૧૭,કોઢ : ફળિયામાં ગાય-ભેંસ કે બળદ બાંધવાની જગ્યા ...

૧૮,ગમાણ : ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા  ...

૧૯,પડથાર : ફળિયાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે.


ધોરણ.૮ ગુજરાતી,એક જ દે ચિનગારી,એકમકસોટી



ધોરણ.૮ ગુજરાતી,એક જ દે ચિનગારી,એકમકસોટી

૧,એક જ દે ચિનગારી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
૨, એક જ દે ચિનગારી કાવ્યના કવિ નું પૂરું નામ જણાવો.
૩,હરિહર ભટ્ટનો જન્મ અને અવસાન જણાવો.
૪, હરિહર ભટ્ટ ના કાવ્યસંગ્રહનું નામ શું છે?
૫, ચિનગારી એટલે શું ?
૬,મહાનલ નો સમાનાર્થી શબ્દ આપો.
૭,કાવ્યમાં આવતા દ્વિરુક્ત શબ્દો લખો.
૮,કવિ ઈશ્વર પાસે શું માગે છે ?
૯,કવિ પોતાની મહેનત એળે  ગઈ એવું શામાટે કહે છે?
૧૦, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
૧૧, જીવન ખર્ચી નાખું એટલે શું?
૧૨, મહેનત ફળવી  એટલે શું? 
૧૩,કવિની ધીરજ ક્યારે ખૂટે છે?
૧૪,કાવ્યમાં શું -શું સળગે છે?
૧૫, કાવ્યમાં શું સળગતું શકતું નથી?
૧૬,વિશ્વાનલ એટલે શું?
૧૭, કાવ્યમાં આપવામાં આવેલા ચિત્ર નું વર્ણન કરો.
૧૮,કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં  લખો.

ધોરણ.૮ ગુજરાતી,બજારમાં, એકમકસોટી.



ધોરણ.૮ ગુજરાતી,બજારમાં, એકમકસોટી.


 ૧,બજારમાં પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.

૨, આ ચિત્ર માં કયા-કયા વાહનો દેખાય છે?

૩, આ ચિત્ર માં કેટલા વૃક્ષો દેખાય છે?

૪, ચિત્ર માં દેખાઈ રહેલા વાહનોના ઉપયોગ વિશે લખો.

૫, હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શું ફાયદો થયો?

૬,ચિત્રમાં આપેલ શહેરમાં લોકોને કઈ-કઈ નાગરિક
    સુવિધાઓ ઉપલબ્ધ છે?

૭,ચિત્રમાં દેખાતી પ્રોવિઝન સ્ટોર એટલે કે આનંદ
   પ્રોવિઝન સ્ટોર માં કઈ- કઈ વસ્તુઓ મળતી હશે?

૮, અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત
     કરતા હશે?

૯, તમારા મતે કયા કારણે આ અકસ્માત થયો હશે?

૧૦, વાહન ચલાવતી વખતે કઈ-કઈ સાવધાની
      રાખવી જોઈએ?

૧૧, તાત્કાલિક સારવાર માટે આપણે ક્યાં નંબર પર
      ફોન કરીએ છીએ?

૧૨, જો ગામમાં બસસ્ટેશન ના હોય તો તમને કઈ-કઈ
      મુશ્કેલી પડે.

૧૩, તમારા ગામની બજાર વિશે દસ વાક્ય લખો.

૧૪, પીઠડ કોમ્પ્લેક્ષમાં કઈ- કઈ દુકાન આવેલી છે?

૧૫, મંદિર ઉપર ફરકતી ધજા નો કલર કેવો છે?

૧૬, ચિત્રમાં આપવામાં આવેલી સ્કૂલ નું નામ શું છે?

૧૭,અચાનક માર્ગમાં અકસ્માત સર્જાય તો આપણે
     શું કરવું જોઈએ ?

૧૮,108  વિશે આપ કઇ જાણો છો?
      તો એનાવિશે પાંચ વાક્ય લખો.

૧૯, ચિત્રમાં આપવામાં આવેલા નાસ્તા હાઉસમાં શું-શુ
     મળતું હશે?

 ૨૦,ચિત્રમાં આપવામાં આવેલી બજારમાંથી
        તમને શું ગમ્યું તેના વિશે લખો.

૨૧, તમને જો પીઠડ કોમ્પલેક્ષમાં લઈ જવામાં આવે
     તો સૌપ્રથમ તમે કઈ દુકાન માં જશો?

૨૨,108 ઉપરાંત ગુજરાતમાં નાગરિક સુવિધા માટે
      કયા -કયા ફોનનંબર ની સુવિધા છે?

Tuesday, July 7, 2020

ધોરણ ૭.ગુજરાતી,આજની ઘડી રળિયામણી, એકમકસોટી.


ધોરણ ૭.ગુજરાતી,આજની ઘડી રળિયામણી, એકમકસોટી.

  •  ૧,આજની ઘડી રળિયામણી કાવ્ય નો સાહિત્યપ્રકાર શું છે?
  • ૨, આજની ઘડી રળિયામણી કાવ્ય ના કવિ નું નામ શું છે?
  • ૩, નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો?
  • ૪, નરસિંહ મહેતા ગુજરાતમાં કયા ગામમાં રહેતા હતા?
  • ૫,નરસિંહ મહેતાએ આખું જીવન શેમાંવિતાવ્યુ હતુ?
  • ૬, ગોપી ને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?
  • ૭, આ કાવ્યમાં કોણ આવવાનું છે?કોના સ્વાગતની તૈયારી ચાલુ છે?
  • ૮,આલાલીલા એટલે શું ?
  • ૯,અહીં મંડપ શેમાંથી બનાવવાનો છે?
  • ૧૦, તરિયાતોરણ એટલે શું?
  • ૧૧ કવિ અહીં શેનાથી ચોક પૂરાવવાનું કહે છે?
  • ૧૨, ગંગા જમનાના નીર શામાટે મંગાવ્યા છે?
  • ૧૩,આ કાવ્યમાં કોના મંગળગીત ગવરાવવાની વાત છે?૧૪,સોહાગણ એટલે શું?
  • ૧૫, મલપતો એટલે શું ?
  • ૧૬,નરસૈયાનો સ્વામી કોણ છે?
  • ૧૭, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે કઇ-કઈ તૈયારી કરો છો?
  • ૧૮, તમારા ઘરને તમે ક્યારે-ક્યારે શણગારો છો?
  • ૧૯,આ કાવ્યમાં કૃષ્ણ આવવાના છે તેની ખુશીમાં સ્વાગતમાટે  ગોપીઓ એટલે કે બધી સખીઓ કઈ-કઈ તૈયારીઓ કરે છે?
  • ૨૦, કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં લખો.

ધોરણ.૭ ગુજરાતી, મેળામાં,એકમકસોટી.

૧,મેળામાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે?

૨,મેળામાં આવેલી જુદી-જુદી દુકાન ના નામ લખો.

૩,ફુગ્ગા વાળા પાસે કેટલા ફુગ્ગા છે?

૪,મદારી શું વગાડી રહ્યો છે?

૫,દોરડા પર કોણ ચાલી રહ્યું છે?

૬,દોરડા પર ચાલનાર વ્યક્તિના હાથમાં શું છે?

૭,મીઠાઈની દુકાનમાં કઈ-કઈ મીઠાઈ મળતી હશે?

૮,રમકડાની દુકાનમાં કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે?

 ૯,મેળામાં પાઠમાંથી તમને કઈ દુકાન ગમી?શા માટે?

 ૧૦,મેળામાં કઈ-કઈ રાઈડ્સ છે?

૧૧,તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળાના તમારા અનુભવ વિશે લખો.

૧૨,તમારા ગામમાં અથવા આસપાસ ભરાતા મેળા વિશે લખો.

 ૧૩, મેળામાં પાઠમાં આપેલા ચિત્રના આધારે મેળાનું વર્ણન તમારા શબ્દોમાં લખો.

Monday, July 6, 2020

ધોરણ.૬ ગુજરાતી એકમ.૩ દ્વિદલ, એકમકસોટી.


ધોરણ.૬ ગુજરાતી એકમ.૩ દ્વિદલ, એકમકસોટી.

૧,દ્વિદલ પાઠ ના લેખક નું નામશું છે ?

૨,આઈ કે વીજળીવાળા નો જન્મ ક્યાં થયો હતો?

૩,દ્વિદલ એટલે શું ?

૪,દ્વિદલ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે ?

૫,દ્વિદલ માં કઈ -કઈન બોધકથાઓ આવે છે ?

૬,નિર્માણ કાર્ય એટલે શું?

૭,શિલ્પી વિશે તમે શુ જાણો છો એ લખો.

૮,શિલ્પી બીજી મૂર્તિ શા માટે બનાવી રહ્યો હતો?

૯,મૂર્તિ કેટલા ફૂટ ઊંચા થાંભલા પર મૂકવાની હતી ?

૧૦,મૂર્તિમાં શું નુકસાન થયું હતું?

૧૧,સ્વમૂલ્યાંકન એટલે શું?

૧૨,સ્વમૂલ્યાંકન બોધ કથા માં આવતા અંગ્રેજી શબ્દો લખો.

૧૩,,પબ્લિક ફોન એટલે શું ?

૧૪,દુકાનદારને નવાઈ માટે લાગી?

૧૫, યુવકે સ્ત્રીને શા માટે ફોન કર્યો હતો?

૧૬, દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો?

Sunday, July 5, 2020

ધોરણ.૬.ગુજરાતી, હિંદમાતાને સંબોધન, એકમકસોટી.



૧'હિંદમાતાને સંબોધન કાવ્ય ના કવિ નું નામ શું છે?

૨,હિંદમાતાને સંબોધન કાવ્ય નો સાહિત્યપ્રકાર શું છે?

૩,હિંદમાતાને સંબોધન કાવ્ય ના કવિ નો જન્મ ક્યાં
 થયો હતો?

૪કવિ કાન્ત ના મહત્વના કાવ્ય સંગ્રહનું નામ આપો?

૫,હિંદમાતાને સંબોધન કાવ્ય કોને સંબોધીને કહેવામાં
 આવ્યુ છે?
૬, પાઠ્ય પુસ્તકમાં આપેલ હિંદમાતાને સંબોધન કાવ્યમાં આપવામાં આવેલા ભારત માતા ના ચિત્ર નું વર્ણન કરો?

 ૭,દેવભૂમિ એટલે શું ?

૮,કવિ કોને વંદન કરે છે?

૯,આ કાવ્યમાં કયા-કયા ધર્મનો ઉલ્લેખ થયો છે?

૧૦,ભારતમાતા ભારતવાસીઓનું કઈ રીતે પોષણ કરે છે?

૧૧, કાવ્ય મા આવતા વિરોધી શબ્દો લખો.

૧૨, કાવ્ય માં કઈ-કઈ મહાન વ્યક્તિઓની વાત
       કરવામાં આવી છે?

૧૩,ભારત દેશમાં બધા કેવી રીતે સમાનતા થતી રહે છે?

૧૪,ચાહો એટલે શું?અને સાહો એટલે શું?

 ૧૫,કાવ્યનો આસ્વાદ તમારા  શબ્દોમાં લખો.

ગુજરાતી ધોરણ.6 પેલાપાઠનું Q.R. code

ગુજરાતી ધોરણ.6 પેલાપાઠનું Q.R. code


Q. R. code સકેન કરીને પાઠનું અધ્યયન કરી શકો.

એકમ કસોટી ધોરણ.6 ગુજરાતી રેલવેસ્ટેશન-પૂર્વી લુહાર




એકમ કસોટી ધોરણ.6 ગુજરાતી રેલવેસ્ટેશન.


 ૧,રેલવે સ્ટેશન પાઠનો સાહિત્ય પ્રકાર શું છે?

 ૨,ચિત્રમાં આ કઈ કઈ વ્યક્તિઓ  જોવા મળે છે?

૩,ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ૪,ચિત્ર માં કેટલી અને
   કઈ -કઈ દુકાન આવેલી છે ?

૪,પ્રભાત બુક સ્ટોલ માં શું-શું મળતું હશે?

૫, ટી-સ્ટોલની અંદર કઈ-કઈ વસ્તુઓ છે?

૬, કયા-કયા ફેરિયાઓ જોવા મળે છે?

૭,કચરાપેટી નો કલર કેવો છે?

૮, તમે રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશન ગયા છો? ત્યાં
   કઈ કઈ દુકાન હોય છે?

૯, રેલવે સ્ટેશનમાં સામાન ઉચકનાર વ્યક્તિને શું કહે છે?

૧૦,બસ સ્ટેશન માં કઈ-કઈ સૂચનાઓ જોવા મળે છે?

૧૧, રેલવે સ્ટેશન માં કઈ-કઈ સૂચનાઓ જોવા મળે છે?

૧૨,લાઉડ સ્પીકર માં કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે?

૧૩, જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા માટે તમે શું કરશો ?

૧૪,તમને બસ સ્ટેશન ગમે કે રેલ્વે સ્ટેશન?

૧૫, સ્વચ્છતા માટે તમે શું કરો છો?

ગુરુપૂર્ણિમા નિમિતે માનનીય શ્રી વિનોદ રાવ સાહેબનો ઓડીઓ સંદેશ-5.7.2020 સાંભળો.

ગુરુપૂર્ણિમા નિમિતે માનનીય શ્રી વિનોદ રાવ સાહેબનો ઓડીઓ સંદેશ સાંભળો -5.7.2020


https://drive.google.com/file/d/1PIuMusyD6fNu7CxWqQ0nIUaxe10bB36b/view?usp=drivesdk

Saturday, July 4, 2020

ગુરુપૂર્ણિમા વિષયક પૂર્વીલુહારના વિચારો....-તારીખ:૦૫/૦૭/૨૦૨૦




              નમસ્કાર મિત્રો આજે ગુરુપૂર્ણિમા છે.જેને વ્યાસ પૂનમ પણ કહે છે. ગુરુપૂર્ણિમાનો આજના આ પાવન અવસરે ગુરુ વિશે થોડું વિચારીએ... ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ,આપણામાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે માટે આપણી સંસ્કૃતિમાં તો ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ઊંચું છે.આજે આપણે એવા લોકોને યાદ કરીએ  જેમના થકી જીવનમાં આપણને કંઈક શીખવા મળ્યું છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે આપણા દરેક આશ્રમ પરંપરા, ગાદી પરંપરા શાળા સંસ્થા અને ઘરમાં પણ આપણે ગુરુને અભિન્ન સ્થાન આપીએ છે.દરેક સારા કાર્યમાં આપણે ગુરુની વંદના કરીએ છીએ અને દરેક વસ્તુ શીખતા પૂર્વે આપણે ગુરુને નમન કરીએ છીએ એવું નથી હોતું કે માત્ર આપણા જ શિક્ષક છે એજ આપણા ગુરુ છે.સામાન્ય બાબત શીખવી એ પણ આપણા ગુરુ.


              આપણા જીવનમાં જ્યારે કશું જાણતા હોતા નથી ,કોરી પાટી સમાન આપણું જીવન હોય છે અને કોરી પાટી સમાન આપણું મન હોય છે તેમાં જ્ઞાન ના અજવાળા પાડનાર ,જ્ઞાનનો એકડો ઘુંટાવનાર ગુરુ છે માટે ગુરુનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે આજના સમયમાં ગુરુનું સ્થાન  દરજ્જો ઘટતો જોવા મળી રહ્યો છે, આપણા જે બાળકો છે  તેના મગજમાં આપણે ગુરુનુ મહત્વ તો અવશ્ય આકારવું જોઈએ કારણ કે ગુરુ છે, શીખવનાર છે તો આપણે શીખી શકીએ છીએ,

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

અહીં એવું કહેવા માગે છે કે ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે ,મહેશ્વર છે, સાક્ષાત પરબ્રહ્મ છે મતલબ કે ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ખૂબ મહત્વનું છે માટે જ આપણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા પરંપરા મહત્વની છે  અને આપણને જે કંઈ પણ શીખવે છે એ આપણા શિક્ષક છે એ પણ આપણા ગુરુ સમાન છે અને ગુરુ દત્તાત્રેય તો ત્યાં સુધી કહ્યું હતું કે ક્ષુલ્લક બાબત જેની પાસેથી આપણને શીખવા મળે એ પણ ગુરુ જ છે.

હાલની  ટેકનોલોજીના આ યુગમાં લોકો કટ ,કોપી અને પેસ્ટમાં માને છે ,કશુક શીખવા માટે કોઈ ને પૂછવા માટે માગતા નથી હાલની નાની છોકરીઓ રસોઇ બનાવતા શીખતી હશે તો એ યૂટ્યુબમાં કે ગૂગલ પર સર્ચ કરી અને રસોઈ શીખી લેશે એ પરંપરા ભુલાતી વિસરાતી જાય છે જ્યારે પરિવારમાં દાદી , કાકી અને મમ્મી છે  તે દીકરીને રસોઈ બનાવતા શીખવતા હોયઆ લોકોએ જે શીખવ્યું છે એ અને પેલું જે શીખે છે ઓનલાઇન એ તેમાં તો આસમાન અને જમીનનો ફરક રહેવાનો. એ સમયે ભુલાઈ ગયો છે જ્યારે પિતા પાસેથી પુત્ર શીખતો હતો.પરંપરાગત વ્યવસાય, રિતી રિવાજો અને વહેવાર આજે એ પ્રથા વિસરાતી જતી જોવા મળે છે.
તો પરિવાર સાથે રહો પરિવાર સાથે કનેક્ટ રહો ઇન્ટરનેટથી કનેક્ટ આપણે રહેવાના જ છીએ કેમકે આપણે સમયની સાથે- સાથે ચાલવાનું છે પણ કુટુંબથી જોડાયેલા રહીએ હવે આપણે ગુગલ કરીને youtube થી કે કોઈપણ સર્ચએન્જીનથી માહિતી મેળવતા હોઇએ પરંતુ પરિવાર વિશે પણ આપણે જાણતા હોવા જોઈએ,પરંપરા શીખો કેમકે એ ભુલાતી જાય છે નવાને અપનાવો.

આજે જેમની પાસેથી તમે કંઈ પણ શીખ્યા જો એમની પાસે આભારની લાગણી વ્યક્ત કરો એમને વંદન કરો અને એમનો આભાર માનો કે તમે અત્યારે જે કંઈ પણ છો એ એના કારણે છો તો ગુરુપૂર્ણિમા ની આપ સહુને ખુબ ખુબ શુભકામનાઓ સાથે પૂર્વીના નમસ્કાર.-5/7/2020.

Friday, July 3, 2020

આવી ગઈ સુશાંતસિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ






 સુશાંત સિંહ રાજપુતની વિસરા રિપોર્ટ, થયો મોટો ખુલાસો, અભિનેતાનાં શરીરમાં ઝેર….
બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થી તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. તેમના મોતને લઈને દરરોજ કંઈક ને કંઈક નવા ખુલાસા થતા રહેતા હોય છે. હવે આ કડીમાં તેમની વિસરા રિપોર્ટ સામે આવી છે, જેમાં તેમના મૃત્યુ ની સાચી હકીકત સામે આવી ગઈ છે. વિસરા રિપોર્ટમાં તે કારણો વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી સુશાંત સિંહ રાજ….પૂતનું મૃત્યુ થયું હતું. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

૧૪ જૂનના રોજ બપોરે સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારે બધાને હેરાન કરી દીધા હતા. હકીકતમાં તેમની કારકિર્દી બિલકુલ ચરમ પર ચાલી રહી હતી અને તેમણે વિતેલા વર્ષોમાં ખૂબ જ સારી ફિલ્મો આપી હતી. તેવામાં તેમના દ્વારા આત્મહત્યા કરી લેવાની વાત કોઈને વિશ્વાસ આવી રહ્યો નથી. ફક્ત એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તો સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય પણ માંગવામાં આવી રહ્યો છે. જેના માટે કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની પણ ડિમાન્ડ કરવામાં આવી રહી છે. વળી આ બધાની વચ્ચે હવે સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ સામે આવી ચુકી છે, જેમાં તેમનું મૃત્યુ શા માટે થયું તેના વિશે જણાવ્યું છે.

શું કહે છે સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ?

સુશાંત સિંહ રાજપૂત વિસરા રિપોર્ટ અનુસાર અભિનેતાના શરીરમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ રસાયણ અથવા ઝેર મળી આવ્યું નથી. મતલબ સ્પષ્ટ છે કે વિસરા રિપોર્ટ બધી સંભાવનાઓને પૂર્ણ કરી દે છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આત્મહત્યા કરતા પહેલા તેઓને ખૂબ જ નશો કરવામાં આવ્યો હતો અથવા તેમને કોઈ નશો આપવામાં આવ્યો હતો. હકીકતમાં પોસ્ટમોર્ટમની ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ વિસરાને જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલી દેવામાં આવેલ હતી. જ્યાં તે સ્પષ્ટ થઈ ગયું કે સુશાંત સિંહ રાજપૂતે પોતે આત્મહત્યા કરી હતી.

વિસરા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનું કારણ એસ્ફિક્સીયાં છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો શરીરને પર્યાપ્ત ઓક્સિજન નહીં મળવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ ની ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર સહિત તેમના ફેન્સને વિસરા રિપોર્ટની રાહ હતી, જે હવે સામે આવી ચુકી છે. જોકે સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ ભલે કંઈ પણ કહેતી હોય, પરંતુ તેમના નિધન પર છેડવામાં આવેલ વિવાદને ખતમ કરી શકતી નથી.

આત્મહત્યાની તપાસમાં જોડાયેલી છે પોલીસ

હાઈ પ્રોફાઈલ કેસ હોવાને કારણે પોલીસ દરેક એંગલથી લઈને તપાસ કરી રહી છે. એ સંદર્ભમાં પોલીસે સુશાંતસિંહ રાજપૂતના નજીકના વ્યક્તિઓની લાંબી પૂછપરછ પણ કરી હતી. જેમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી સહિત ઘણા મોટા નામ સામેલ છે. જણાવી દઈએ કે સુશાંત ના મૃત્યુ બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં નેપોટીજ્મને લઈને ચર્ચા છેડાઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર લોકોને ખૂબ જ પરેશાન કરવામાં આવે છે અને સુશાંતસિંહ રાજપૂતનાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ ગોડફાધર હતા નહીં, જેના કારણે તેઓને પણ ખૂબ જ પરેશાન કરવામાં આવ્યા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ની ફિલ્મ “દિલ બેચારા” ૨૪ જુલાઈના રોજ રીલિઝ થવાની છે. જેને લઇને તેમના પરિવારની એવી પણ માંગણી છે કે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં ન આવે, પરંતુ જ્યારે થિએટર શરૂ થાય ત્યારે રિલીઝ કરવામાં આવે.

આજે T.B.રોગનો કહેર.કોરોના કરતાપણ ખતરનાક

સ્વાસ્થ્ય તંત્ર કોરોનામાં વ્યસ્ત બીજી બાજુ ટી.બી.રોગની સ્થિતિ વણસી દેશમાં આ રોગના 24 લાખ દર્દીઓ નોંધાયા વાંચો વિશેષ અહેવાલ

શાળામાં મુલ્યાંકન કસોટી બાબતનો પરિપત્ર

શાળામાં મુલ્યાંકન કસોટી બાબતનો પરિપત્ર.




Wednesday, July 1, 2020

શુકરાના ઈશ્વર અહીં આપણે સુરક્ષિત છીએ પણ ત્યાં........

શુકરાના ઈશ્વર અહીં આપણે સુરક્ષિત છીએ પણ ત્યાં........

જમ્મુ અને કશ્મીરમાં હૃદય હચમચાવી દે તેવા ચિત્ર અને લખાણ જુઓ એક નાનું બાળક પોતાના દાદા સાથે રસ્તા પરથી જતું હતું અને માર્ગમાં ગોળીબાર થતા દાદા મૃત્યુ પામ્યા પછી શું કર્યું એ બાળકે જુઓ અને વાંચો......

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...