દાદી
મારા બાળપણની રસથાળીના ખાટા, મીઠા,તૂરા, કડવા એક પછી એક એમ ઘણા રસમાની મધ મીઠી ખીર......
મારા દૂધિયા દાંત જ્યારે દાળિયા ચાવવાને અસક્ષમ હતા ત્યારે ખલમાં દાળિયાનો ચૂરો કરીને મારા મોંમાં મુકનાર મૂકસેવક ......
મારી મસ્તીખોરીથી થતા હલ્દીઘાટીના શેરી યુધ્ધમાં
ભૂલ મારી હોયકે ન હોય મારો સ્વયંસેવક ચોકીદાર.....
ભૂલ મારી હોયકે ન હોય મારો સ્વયંસેવક ચોકીદાર.....
મને નિશાળના પગથિયાં ચડાવીને વિશ્વ બતાવનાર....
હું થાકી જાવ છું દુનિયાદારીથી ત્યારે મને દાદીનો ખોળો ખુબ યાદ આવે છે......
આજે હું કઈ કરી ન શકું એમના માટે અફસોસ !!!!
માત્ર કબર પર એમને ગમતા ડોલરના ફૂલ મૂકુ છું.
માત્ર કબર પર એમને ગમતા ડોલરના ફૂલ મૂકુ છું.
- પૂર્વી લુહાર.
No comments:
Post a Comment