Saturday, July 4, 2020

ગુરુપૂર્ણિમા વિષયક પૂર્વીલુહારના વિચારો....-તારીખ:૦૫/૦૭/૨૦૨૦




              નમસ્કાર મિત્રો આજે ગુરુપૂર્ણિમા છે.જેને વ્યાસ પૂનમ પણ કહે છે. ગુરુપૂર્ણિમાનો આજના આ પાવન અવસરે ગુરુ વિશે થોડું વિચારીએ... ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ,આપણામાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે માટે આપણી સંસ્કૃતિમાં તો ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ઊંચું છે.આજે આપણે એવા લોકોને યાદ કરીએ  જેમના થકી જીવનમાં આપણને કંઈક શીખવા મળ્યું છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે આપણા દરેક આશ્રમ પરંપરા, ગાદી પરંપરા શાળા સંસ્થા અને ઘરમાં પણ આપણે ગુરુને અભિન્ન સ્થાન આપીએ છે.દરેક સારા કાર્યમાં આપણે ગુરુની વંદના કરીએ છીએ અને દરેક વસ્તુ શીખતા પૂર્વે આપણે ગુરુને નમન કરીએ છીએ એવું નથી હોતું કે માત્ર આપણા જ શિક્ષક છે એજ આપણા ગુરુ છે.સામાન્ય બાબત શીખવી એ પણ આપણા ગુરુ.


              આપણા જીવનમાં જ્યારે કશું જાણતા હોતા નથી ,કોરી પાટી સમાન આપણું જીવન હોય છે અને કોરી પાટી સમાન આપણું મન હોય છે તેમાં જ્ઞાન ના અજવાળા પાડનાર ,જ્ઞાનનો એકડો ઘુંટાવનાર ગુરુ છે માટે ગુરુનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે આજના સમયમાં ગુરુનું સ્થાન  દરજ્જો ઘટતો જોવા મળી રહ્યો છે, આપણા જે બાળકો છે  તેના મગજમાં આપણે ગુરુનુ મહત્વ તો અવશ્ય આકારવું જોઈએ કારણ કે ગુરુ છે, શીખવનાર છે તો આપણે શીખી શકીએ છીએ,

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

અહીં એવું કહેવા માગે છે કે ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે ,મહેશ્વર છે, સાક્ષાત પરબ્રહ્મ છે મતલબ કે ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ખૂબ મહત્વનું છે માટે જ આપણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા પરંપરા મહત્વની છે  અને આપણને જે કંઈ પણ શીખવે છે એ આપણા શિક્ષક છે એ પણ આપણા ગુરુ સમાન છે અને ગુરુ દત્તાત્રેય તો ત્યાં સુધી કહ્યું હતું કે ક્ષુલ્લક બાબત જેની પાસેથી આપણને શીખવા મળે એ પણ ગુરુ જ છે.

હાલની  ટેકનોલોજીના આ યુગમાં લોકો કટ ,કોપી અને પેસ્ટમાં માને છે ,કશુક શીખવા માટે કોઈ ને પૂછવા માટે માગતા નથી હાલની નાની છોકરીઓ રસોઇ બનાવતા શીખતી હશે તો એ યૂટ્યુબમાં કે ગૂગલ પર સર્ચ કરી અને રસોઈ શીખી લેશે એ પરંપરા ભુલાતી વિસરાતી જાય છે જ્યારે પરિવારમાં દાદી , કાકી અને મમ્મી છે  તે દીકરીને રસોઈ બનાવતા શીખવતા હોયઆ લોકોએ જે શીખવ્યું છે એ અને પેલું જે શીખે છે ઓનલાઇન એ તેમાં તો આસમાન અને જમીનનો ફરક રહેવાનો. એ સમયે ભુલાઈ ગયો છે જ્યારે પિતા પાસેથી પુત્ર શીખતો હતો.પરંપરાગત વ્યવસાય, રિતી રિવાજો અને વહેવાર આજે એ પ્રથા વિસરાતી જતી જોવા મળે છે.
તો પરિવાર સાથે રહો પરિવાર સાથે કનેક્ટ રહો ઇન્ટરનેટથી કનેક્ટ આપણે રહેવાના જ છીએ કેમકે આપણે સમયની સાથે- સાથે ચાલવાનું છે પણ કુટુંબથી જોડાયેલા રહીએ હવે આપણે ગુગલ કરીને youtube થી કે કોઈપણ સર્ચએન્જીનથી માહિતી મેળવતા હોઇએ પરંતુ પરિવાર વિશે પણ આપણે જાણતા હોવા જોઈએ,પરંપરા શીખો કેમકે એ ભુલાતી જાય છે નવાને અપનાવો.

આજે જેમની પાસેથી તમે કંઈ પણ શીખ્યા જો એમની પાસે આભારની લાગણી વ્યક્ત કરો એમને વંદન કરો અને એમનો આભાર માનો કે તમે અત્યારે જે કંઈ પણ છો એ એના કારણે છો તો ગુરુપૂર્ણિમા ની આપ સહુને ખુબ ખુબ શુભકામનાઓ સાથે પૂર્વીના નમસ્કાર.-5/7/2020.

No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...