Sunday, August 21, 2022

"મેથી" ફાયદા અને નુકશાન

 "મેથી" ફાયદા અને નુકશાન.



મેથી દાણા એક પ્રકારની જડીબુટ્ટી છે તેનો ઉપયોગ દરેક પ્રકાર ની બીમારિયો દૂર કરવામાટે થાય છે . મેથી દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો છે જેના કારણે તેનો આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે . આમ તો મેથી દાણા એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ દરેક રસોડામાં કરવામાં આવતો હોય છે . મેથી દાણા આપણા ચહેરાની સુંદરતા ને પણ વધારે છે . methi – મેથી માં એક પ્રકારનું તેલ અને ફોસ્ફરિક એસીડ હોય છે . ચહેરાની સુદરતા થી લઈને આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી થતી એવી મેથી ના અનેક ફાયદાઓ છે .

 @ સંધીવા માટે મેથી:

 સંધી વા માટે શ્રેષ્ઠ ગણાય છે . મેથી ને ઘીમાં શેકીને , દળી ને તેનો લોટ બનાવવો . પછી ગોળ - ઘીનો પાક કરીને સુખડીની માફક હલાવી , તેના નાના નાના લાડુ બનાવવા . રોજ સવારે એક એક લાડ ખાવાથી અઠવાડિયામાં વા થી  જકડાઈ ગયેલા અંગો છુટા થાય છે અને હાથ - પગે થતી વા ની કળતર મટે છે 

@ પ્રસુતા સ્ત્રીમાંટે મેથી ઉત્તમ ઔષધ છે એક નાની વાટકી મેથી ના લોટ ને રાત્રે દૂધમાં પલાળી રાખવો . પછી સવારે એક વાસણ માં ઘી ગરમ કરીને તેમાં દૂધ માં ભીજ્વેલો લોટ નાખીને હલાવી એકરસ કરીને વાસણ નીચે ઉતારી લેવું . પછી તેમાં ગોળ મેળવીને પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટ થી આવે છે . 


@ મેથી દાણા ના ફાયદા ડાયાબીટીશ માટે રોજ રાત્રે બે ચમચી મેથી પાણીમાં પલાળી રાખી , સવારે તે મેથી ને ખુબ મસળી પાણી ગાળી લઇ એક મહિના સુધી આ રીતે ગાળેલું પાણી રોજ સવારે પીવાથી પેશાબ માં જતી શુગર ઓછી થઇ જાય છે .કડવી હોઈ ડાયાબીટીસમાં પેશાબ માર્ગે જતી શુગર ઓછી કરવાનો તેમાં ખાસ ગુણ છે .

@ મેથી દાણા ના ફાયદા ખરતા વાળ રોકવા માટે :

ખરતા વાળ ને રોકવા માટે મેથી નો ઉપયોગ કરવો ખુબ જ લાભકારી નીવડે છે . એક બે મોટી ચમચી મેથી ને રાત્રે પાણીમાં પલાળી ને સવારે તેને મીક્ષરમાં પીસી લો હવે આ પેસ્ટમાં થોડું દહીં અને ઓલીવ ઓઈલ નાખીને પેસ્ટ ને માથામાં ૩૦ મિનીટ સુધી નાખીને રહેવા દો . ત્યારબાદ વાળ ને શેમ્પૂ વડે ધોઈ લો . અઠવાડિયા માં એક વખત આ પ્રયોગ કરવાથી અચૂક ફાયદો થાય છે . ધ્યાન રાખવું . જે લોકોને દહીં માફક ના આવતું હોય તો દહીં નાખવું નહિ . 

@હૃદય રોગ માટે મેથી:

 મેથીમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ને કારણે હૃદયરોગ માટે ખુબ જ ફાયદેમંદ છે . તે લોહીના પરિભ્રમણ ને લેવલ માં રાખે છે . મેથીમાં ફાઈબર છે જે હૃદયરોગ ના હમલા ને આવતો અટકાવે છે . મેથી નો ઉકાળો મધ સાથે લેવાથી ખુબ જ ફાયદો થાય છે . કોલેસ્ટ્રોલ ને પણ મેથી દ્વારા ઘટાડી શકાય છે . દરરોજ મેથીના દાણા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઓછું થતું જાય છે . 

@માસિકધર્મ સંબંધિત સમસ્યાઓમાં આજ મોટા ભાગ ની મહિલાઓ માસિકધર્મ સંબંધિત સમસ્યા થી પરેશાન છે . માસિકધર્મ ને એસ્ટ્રોઝેન નામનું એક હોર્મોન નિયંત્રિત રાખે છે , મેથી માં એસ્ટ્રોઝેન ના ગુણ હોય છે માટે જ માસિકધર્મ દરમિયાન મેથી ખાવું યોગ્ય માનવામાં આવે છે . આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ ૧ થી ૨ ગ્રામ જેટલા મેથીના દાણા દરરોજ સવારે નેણેકોઠે ખાવાથી ફાયદો થાય છે . 

@મેથી દાણા ના ફાયદા તત્ચા રોગ માટે ત્વચા સંબંધિત સમસ્યા માટે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો . પલાળેલી મેથી નો લેપ બનાવીને લગાવો . તેનાથી દાદર , ખંજવાળ આવવી વગેરે જેવી સમસ્યામાંથી છુટકારો મળે છે . 

@ બ્લ્ડપ્રેશેર ને કન્ટ્રોલમાં રાખે છે મેથી

 જો તમેં બ્લડપ્રેશર ની સમસ્યા થી પરેશાન છો તો મેથી નો ઉપયોગ અવશ્ય કરો . મેથીમાં એન્ટીહાઈપરટેન્સીવ નો ગુન્હોય છે જે બ્લડપ્રેશેર ને કન્ટ્રોલ માં રાખે છે . તમે દરરોજ ૧ થી ૨ ગ્રામ મેથીના દાણા ચાવીને ઉપર પાણી પી જવાનું રાખો થોડાક જ દિવસ માં ફાયદો જણાશે . 

@ટોનસીલ ( કાકડા ) નો ઇલાઝ મેથી..

 ૬ થી ૭ ગ્રામ મેથી ના દાણા ને એક લીટર પાણી માં નાખીને ગરમ કરો . આ નવસેકા પાણીના કોગળા દિવસમાં ત્રણ વાર કરવાથી કાકડા માં રાહત થાય છે .

@શરદી - ઉધરસ માટે મેથી નો ઉપયોગ

 મેથીના દાણામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે . જે શરદી થી શરીર ને બચાવે છે . તાવ માટે પણ મેથી નું સેવન કરવું સારું માનવામાં આવ્યું છે . એક ચમચી મેથી ના ભુક્કા ને લીંબુના રસ અને મધ સાથે મિલાવીને દિવસમાં બે વાર ખાવાથી શરદી ઉધરસ અને તાવ માં રાહત મળે છે . મેથી દાણા ના ઘરેલું ઉપચાર ની માહિતી વાયુને શાંત કરનારી , કફને મટાડનાર મેથી છે . પેટમાં કીડા થઇ ગયા હોય , ચૂંક આવતી હોય , સંધિવા , કમરનો દુખાવો , કળતર વગેરે માટે રામબાણ ઇલાઝ છે . મેથીમાં પિત્તને દૂર કરવાનો , ગેસ ને મટાડવાનો , અને લોહીને સુધારવાનો ગુણ રહેલો છે . બે ચમચી મેથી અને બે ચમચી સોવા લઈને તવી પર થોડા શેકી , અધકચરા ખાંડી , તેમાંથી થોડો થોડો આ મિશ્રણ દરરોજ ખાવાથી વાયુ , આફરો , ઉબકા , ખાટા ઓડકાર મટે છે . 

@ મેથીના વધુ પડતા સેવનથી થતુ નુકશાન

એક કહેવત છે કે કોઈપણ વસ્તુ નો વધારે પડતો ઉપયોગ સારો નહિ . એવું જ મેથી ના ઉપયોગ વિષે પણ છે . વધારે પડતી મેથીનું સેવન કરવું નહિ મેથી ની કડવાશને લીધે ઉબકા આવી શકે છે અને ઝાડા પણ થઇ શકે છે . ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા તમારી ત્વચા નો પ્રકાર જાણી લો . પછી જ ઉપયોગ કરવો . ગર્ભાવસ્થા દરમિયાન મેથીનો ઉપયોગ જાજો કરવો નહિ.

No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...