Saturday, August 27, 2022

મઘમઘતો 'મોગરો'- ચાલો આજે મોગરા વિશે જાણીએ...

 મઘમઘતો 'મોગરો'- ચાલો આજે મોગરા વિશે જાણીએ...



"મોગરો"

 મોગરા અને પારસને અંગ્રેજીમાં જાસ્મીન તરીકે ઓળખવામાં આવે છે . જો કે જાસ્મીન કુટુંબમાં જુઈ , ચમેલી , ટગર , ચાંદની વગેરે ફૂલોનો પણ સમાવેશ થાય છે . મોગરાનું ફૂલ સફેદ રંગનું અને સુગંધદાર છે , પરંતુ સુશોભનની દ્રષ્ટિએ મોગરાનું સ્થાન આગવું છે . મોગરા અને પારસને ઘરઆંગણે કયારામાં તેમજ કૂંડામાં પણ ઉછેરી શકાય છે . બગીચામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે .



જુદા-જુદા વિસ્તારમાં મોગરો:

મોગરાની ખેતી દક્ષિણ ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં થાય છે . જ્યારે ઉતર ભારતમાં લખનૌમાં પણ મોગરાની ખેતી ખૂબ જ વિકસિત થયેલ છે . તદઉપરાંત મહારાષ્ટ્રના પૂના તથા નાસિક જેવા વિસ્તારમાં પણ મોગરા સારા એવા વિસ્તારમાં ઊગાડવામાં આવે છે . મોગરાના છોડને ખાસ કરીને બગીચાઓમાં તથા ઘર આંગણે કુંડામાં અને ક્યારામાં પણ ઉછેરી શકાય છે . મોગરાના ફૂલ ખાસ કરીને ઉનાળામાં અને પારસના ફૂલ શિયાળામાં આવતાં હોય છે . પારસના ફૂલ મોગરા જેવા જ સફેદ રંગના પરંતુ તેમાં સુગંધ મોગરા કરતાં ઓછી હોય છે . 




ઉપયોગ:

મોગરા અને પારસના ફૂલ હાર બનાવવા માટે , વેણી તથા પૂજા પાઠમાં છૂટાં ફૂલ તરીકે ઉપયોગમાં લેવાય છે . મોગરામાંથી ખૂબજ કિંમતી એવું સુગંધી તેલ ( અત્તર ) કાઢવામાં આવે છે . જેનો ઉપયોગ પરફયુમ તેમજ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે .



વિશેષતાઓ:
મોગરો ( બોટનિકલ નામ : Jasminum sambac ) અરેબિયન જાસ્મીન થી પણ ઓળખાય છે.જે દક્ષિણ એશિયા અને દક્ષિણ - પૂર્વ એશિયાનો વતની ગણાય છે . તે ફિલિપાઈન્સ દેશનું રાષ્ટ્રીય ફૂલ છે . 

તેને સંસ્કૃતમાં ' માલતી ' અને ' મલ્લિકા ' કહેવાય છે . મોગરો ભારતીય પુષ્પ છે . 

મોગરાનું લેટિન નામ જાસ્મિનીયમ સેમલક ( jasminum semlac ) છે.



@ મોગરા ના પ્રકારો .:

દેશી બેલા અથવા હજારા : એક વડા સાદા ફૂલવાળી જાત . મોતિયા : બેવડાં ફૂલ અને ગોળ આકારની પાંખડીવાળી જાત 

• બેલા : બેવડાં ફૂલ અને લાંબી પાંખડીવાળી જાત છે . 

મદન મોગરો  બટ મોગરા : લખોટા જેવા ૨.૫ સે.મી. જેટલા વ્યાસવાળા ફૂલ હોય છે.


મોગરા વિશે....

-મોગરાને મુખ્યત્વે ઉનાળામાં કૂલ વધુ છે , જયારે શિયાળા દરમ્યાન સુષુપ્ત અવસ્થામાં રહે છે . 

- મોગરાને ખાસ કરીને ગરમ અને ભેજવાળુ હવામાન વધુ અનુકૂળ આવે છે .

- મોગરાના છોડને ખાસ કરીને પૂરતો પ્રકાશ મળી શકે તેવી સારા નિતારવાળી ખૂબજ ભારે નહીં તેવી માટી વધુ માફક આવે છે .

-  મોગરા ના છોડ ને શિયાળા દરમ્યાન ખુબ જ ઓછું પાણી આપવું અને ઉનાળા માં નિયમિત પાણી એવું . 

- જયારે પારસ ના ફૂલો શિયાળા માં વધુ આવતા હોવાથી તેને શિયાળા માં નિયમિત પાણી આપવું . 

- મોગરા ના ફૂલ ઉનાળા તથા ચોમાસામાં આવે છે . જ્યારે પારસ મોગરાના ફૂલ ઉતારવાની શરૂઆત શિયાળામાં થતી હોય છે . 

- સામાન્ય રીતે મોગરા માં કોઈ ખાસ પ્રકારના રોગ કે જીવાત જોવા મળતાં નથી . પરંતુ મોલો - મશી તેમજ ભિંગડાંવાળી જીવાત જેવા કીટકો કયારેક આબોહવાની વિષમ પરિસ્થિતિમાં જોવા મળે છે . લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫ % નો છંટકાવ કરવો .

- મોગરાનું પ્રસર્જન કટકા કલમ , ગુટી કલમ અથવા દાબ કલમથી થાય છે . 

- જમીનમાં કટકા કલમ , ગુટી કલમ , દાબ કલમ , પીલાથી તૈયાર કરેલ કલમો જૂન - જુલાઈ અથવા સપ્ટેમ્બર ઓકટોબર માસમાં રોપવી જોઈએ . 


- કટકા કલમ બનાવવા માટે અડધાથી એક વર્ષની , ૧૫ થી ૨૦ સે.મી. લંબાઈની ડાળીઓના કટકા લઈ , તેના પાન ડિંટાથી દૂર કરી , ચોમાસામાં કયારામાં રોપવા . કટકાની રોપણી માર્ચ અને જૂન - જુલાઈ એમ વર્ષમાં બે વાર કરી શકાય છે . કટકા રોપ્યા બાદ જમીન સતત ભેજવાળી રાખવી જરૂરી છે . કટકા રોપ્યા બાદ , ૨ માસથી ૨.૫ માસમાં કટકા કલમ રોપવા લાયક થાય , ત્યારબાદ ક્યારામાંથી જમીનના પીંડ સાથે ઉપાડી , રોપણી માટે ઉપયોગ કરી શકાય . 

- દાબ કલમ બનાવવા માટે મોગરાના થડીયામાંથી નીકળતી વેલ જેવી લાંબી ડાળીઓ પૈકીની પાક્ટ ડાળી પસંદ કરી ગાંઠ નીચેના ભાગ પરથી છાલ ઊખાડી ગાંઠ સાથેનો ભાગ જમીનમાં દાબી દેવો ત્યારબાદ જમીનને સતત ભેજવાળી રાખવી . આ રીતે પણ બે થી ત્રણ માસમાં કલમ તૈયાર થાય છે . ત્યારબાદ માતૃછોડથી પીંડ સાથે કલમ ખોદી લઈ રોપણી માટે ઉપયોગમાં લઈ શકાય છે . 

- મોગરાની પારસ જાતમાં દાબ કલમનો ખાસ ઉપયોગ થાય છે .


This information in English.


"Mogro"

  Mogra and Paras are known as Jasmin in English.  However, the jasmine family also includes flowers such as jui, jasmine, tugar, chandani etc.  The flower of mogra is white in color and fragrant, but in terms of decoration, mogra has a special place.  Mogra and Paras can be reared at home in kayara and also in kunda.  It has a special place in the garden.


 Mogars in different areas:

 Mogra is cultivated to a good extent in Tamil Nadu and Karnataka regions of South India.  While in Lucknow in North India, Mogra cultivation is also very developed.  Apart from that, Mogra is also grown in areas like Pune and Nashik of Maharashtra.  Mogra plants can be grown especially in gardens and backyards in pots and also in kyara.  Mogra flowers especially in summer and Paras flowers in winter.  The flowers of Paras are white in color like Mogra but have less fragrance than Mogra.


 Usage:

 Mogra and paras flowers are used to make garlands, braids and as loose flowers in puja passages.  A very valuable fragrant oil (attar) is extracted from Mogra.  Which is used in perfume and cosmetic industries.

 Mogro (Botanical name: Jasminum sambac) is also known as Arabian Jasmine, which is native to South Asia and South-East Asia.  It is the national flower of the Philippines.

 It is called 'Malti' and 'Mallika' in Sanskrit.  Mango is an Indian flower.

 Mogra's Latin name is Jasminum semlac (jasminum semlac).


 @ Types of Mogra.:

 Desi Bela or Hazara: One head simple flowered variety.  Cataract: A variety with double flowers and rounded petals

 • Bella: A variety with double flowers and long petals.

 Madan Mogra But Mogra: 2.5 cm like Lakhota.  As many flowers as diameter.

 -Mogra is mainly cool in summer, while it remains in a dormant state during winter.

 - Mogra especially likes hot and humid weather.

 - Mogra plants especially like well-drained, not too heavy soil that can get enough light.

 - Mogra plants should be given very little water during winter and regular water in summer.

 - When the flowers of Paras come more in winter, water them regularly in winter.

 - Mogra flower comes in summer and monsoon.  When paras mogra flowers begin to shed in winter.

 - In general, no special diseases or pests are found in Mogra.  But insects like moths and scale insects are sometimes found in extreme climatic conditions.  Spray 5% of medicine made from neem extract.

 - Mogra is propagated by Katka Kalam, Guti Kalam or Dab Kalam.

 - Cut cuttings, Guti cuttings, Dab cuttings, cuttings prepared from Pila should be planted in June-July or September-October months.


 - Half to one year old, 15 to 20 cm.  Take pieces of long branches, remove their leaves from the stem, and plant them in the monsoon season.  Cuttings can be planted twice a year in March and June-July.  After planting the cuttings, it is necessary to keep the soil constantly moist.  After planting cuttings, after 2 months to 2.5 months, the cuttings are suitable for planting, after which they can be lifted from the kyara along with the soil and used for planting.

 - To make dab grafting, choose a grafted branch from among the long vine-like branches emerging from the trunk of Mogra, peel off the bark from the lower part of the knot and bury the part with the knot in the ground, then keep the soil constantly moist.  In this way also the graft is prepared in two to three months.  After that, cuttings can be dug from the mother plant along with the seed and used for planting.

 - Daab graft is specially used in Paras variety of Mogra.



No comments:

Post a Comment

ઋ, રૂ, રુ, ક્યારે.....?????

ઋ, રૂ, રુ, ક્યારે.....????? ‘ગુજરાતીમાં રૂ, રુ અને ઋ એમ ત્રણ છે તો એમાં ફરક શું છે? એમાંથી કયાનો ઉપયોગ ક્યારે કરવો?’ કોઈપણ ભાષાની લિપિ (લખવા...