Wednesday, August 24, 2022

'સ્વસ્થતાની ચાવી' "મીઠો લીમડો": મીઠા લીમડાના ફાયદા અને ઉપયોગ.

 મીઠા લીમડાના ફાયદા અને ઉપયોગ.




લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે લીમડામાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર છે.

એક સંશોધનના અનુસાર, લીમડો ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ફાયદાકરક છે. આ ઉપરાંત જે લોકો પોતાના વધી ગયેલા વજનથી પરેશાન છે, તે માટે પણ લાભદાયક નીવડયો છે. આર્યુવેદના અનુસાર લીમડામાં સમાયેલા પોષક તત્વો વિવિધ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદગાર છે.

@ એનિમિયા

લીમડામાં આર્યન અને ફોલિક એસિડની પર્યાપ્ત માત્રા હોય છે. જે એનિમિયાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

@ ડાયાબિટિસ

ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાના સેવનની સલાહ આપવામાં આવે છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સકારાત્મક પ્રભાવ નાખે છે. જેથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.

@ શરીર પરના મેદને નિયંત્રિત કરે છે

શરીર પર ચરબીના થર જામ્યા હોય તો લીમડાનું સેવન ફાયદાકારક છે. તે ખાવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. તે પાચનક્રિયાને સુધારે છે, જેથી કબજિયાતની તકલીફ થતી નથી.


@ કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. જેથી તેનું સેવન કરનારાઓનું હૃદય પણ સ્વસ્થ રહે છે.

ત્વચાને લગતી સમસ્યાઓ

લીમડો એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ છે. તે ત્વચા સાથે જોડાયેલી ઘણી તકલીફોને દૂર કરવામાં સહાયક છે. તેમજ તે સ્કિન ઇન્ફેકશનથી રક્ષણ આપે છે.


@ લિવર

લિવર માટે લીમડાને ગુણકારી કહ્યો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારથી લિવર બગડવાની શક્યતા વધી જતી હોય છે. કમજોર લિવર માટે લીમડો ફાયદાકારક છે. તેમાં સમાયેલા વિટામિન એ અને સી લિવર માટે લાભકારી છે.


@ વાળ વધારવા

લીમડામાં સમાયેલા પોષક તત્વો વાળને જલદી સફેદ થવા દેતા નથી. એટલું જ નહીં વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ દૂર કરે છે.વાળમાંથી ખોડો દૂર કરવા માટે લીમડો કારગર છે.

@ તનાવ દૂર કરે છે

માનસિક તાણથી મગજને શાંત કરવામાં મદદ કરે છે. એક સંશોધનના અનુસાર સાબિત થયું છે કે, લીમડામાં સમાયેલ લિનાલૂલ નામનું તત્વ માનસિક તાણને દૂર કરે છે.એન્ઝાઇટી અને ડિપ્રેશનન ઓછું કરવા માટે લીમડાનું તેલ ફાયદાકારક સાબિત થયું છે. રાતના સૂતા પહેલા તકિયા પર બે-ત્રણ ટીપા કરી લીફ એસેન્શિયલ ઓઇલના છાંટવા.


@ દિમાગ તેજ કરે છે

રોજિંદા આહારમાં લીમડાના વપરાશથી દિમાગ તેજ થાય છે. લીમડાના સેવનથી યાદશક્તિ નબળી થઇ જવી તેમજ અલ્ઝાઇમર જેવી બીમારીઓમાં લાભ થાય છે.

આમ મીઠો લીમડો માત્ર રસોઈમાં કે વઘારમાં ઉપયોગી નથી પણ ઘણા રોગમાં પણ ઉપયોગી છે  સ્વસ્થતાની ચાવી છે

No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...